વિશ્વમાં ૨ અબજ કરતા વધુ લોકો ૬ કલાકથી ઓછું ઉંઘે છે

ઊંઘ વિશે અનેક સંશોધનો થતા જ રહે છે હમણાં થયેલા એક સંશોધન મુજબ સતત ૧૨ રાત સુધી ૬ કલાકથી ઓછી ઉંઘ લેવાથી આલ્કોહોલ લીધા પછીની શારીરિક અને માનસિક સ્થિતિ જેવો અનુભવ થાય છે. આ રીતે ૬ કલાકથી ઓછી ઊંઘ લેનારા માણસની યાદશકિત સારી રહેતી નથી. શરીરનું સંતુલન ઉપરાંત સાફ બોલવામાં પણ તકલીફ પડે છે. આ અદ્લ સ્થિતિ જે માણસ નશો કરે ત્યારે જોવા મળે છે. લોહીમાં જાણે કે ૦.૧ ટકા આલ્કોહોલ હોય ત્યારે માણસ જેવું વર્તન કરે તેવું લાગે છે.
દુનિયાના ૩૦ ટકા એટલે કે ૨ અબજથી વધુ લોકોની ઉંઘ ૬ કલાક કરતા પણ ઓછી છે. જેમાં જેમાંથી ૫ ટકા જેટલા લોકો કુદરતી રીતે જ ઓછી ઉંઘવાળા પણ હોય છે. ઓછી ઊંઘ અંગેના સંશોધનો મુજબ જો માણસ પહેલેથી જ વધારે કલાકોની ઉંઘ લઇ લે તે પછી ઓછી ઊંઘ લે તો ચાલી શકે છે. ઊંઘ વિશે એવું પણ માનવામાં આવે છે કે ઊંઘ દરમિયાન મગજ યાદશકિતને વ્યવસ્થિત ગોઠવે છે.ગુસ્સો તથા કટું અનુભવોને ભૂલવામાં ઊંઘ ખૂબજ ઉપયોગી છે.

ઓછી ઉંઘના સંશોધનમાં વૈજ્ઞાાનિકોને માલૂમ પડયું છે કે જે લોકોમાં ડીઇસી જીન ૨ હોય છે તેઓ ચાર કલાક ઉંઘે તો પણ જાગ્યા પછી ભરપૂર ઉર્જા સાથે કામ કરી શકે છે. વૈજ્ઞાાનિકો આના માટે જીન મ્યૂટેશનને જવાબદાર માને છે. જો કે આવું બધાની સાથે બનતું ના હોવાથી પોતાના શરીર અને ઊંઘની પેટર્નને સમજવી જરુરી છે. સંશોધન મુજબ દિવસ દરમિયાન કુદરતી રીતે સુવાનો કે ઊંઘ આવવાનો સમય બપોર ૨ થી ૪ વાગ્યાનો છે જેને ઝપકી પણ કહે છે. આ ઝપકી લેવાથી સર્જનાત્મકશકિતમાં વધારો થાય છે. કેટલાક લોકો ઊંઘતા હોય ત્યારે શરીર કંપવા લાગે છે કે જર્ક મારતું હોય તેમ લાગે છે. આને હિપ્નિક જર્ક કહે છે જે હોવો સામાન્ય બાબત છે જેનાથી કોઇ જ નુકસાન થતું નથી. એક અધ્યનમાં એવું પણ સાબીત થયું છે કે ફેફસાની કસરત થાય એવું સંગીત મોઢેથી વગાડવાથી ઊંઘ સારી આવે છે.
إرسال تعليق