પોતાના વાસણ જાતે સાફ કરે છે બિલ ગેટ્સ, જાણો તેમની 10 રસપ્રદ વાતો

પોતાના વાસણ જાતે સાફ કરે છે બિલ ગેટ્સ, જાણો તેમની 10 રસપ્રદ વાતો

નવી દિલ્હી, 3 જાન્યુઆરી 2020, શુક્રવાર
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એટલે કે બિલ ગેટ્સને આપણે સૌ જાણીએ છીએ. આજે તમને બિલ ગેટ્સ વિશેની રસપ્રદ જાણકારી અહીં જાણવા મળશે. આ જાણકારી મેળવ્યા બાદ તમને લાગશે કે તે દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ છે પણ અંગત જીવનમાં તે એક સામાન્ય માણસનું જ જીવન જીવે છે.
1. જ્યારે બિલ ગેટ્સ હાઈસ્કૂલમાં હતા ત્યારે શાળામાં તેમને ક્લાસ ટાઈમ ટેબલ બનાવવા માટે કમ્પ્યુટર આપ્યું હતું. બિલ એટલા ચાલાક નીકળ્યા કે તેણે  પોતાના વર્ગની સૌથી વધુ છોકરીઓના નામ લખી દીધા.
2. બિલ જ્યારે હાવર્ડ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતાં હતા ત્યારે તેણે પોતાના કોર્સના ક્લાસમાં ક્યારેય અભ્યાસ કર્યો નથી. તેઓ બીજા વિષયોના ક્લાસમાં જતા જેમાં તેમને રસ પડતો. જો કે તેમ છતાં તે પરીક્ષામાં એ ગ્રેડ લાવતા.
3. હાવર્ડમાં હતા ત્યારે જ બિલએ ત્રીસ વર્ષ જૂની પૈનકેક સોર્ટિંગની સમસ્યાનું સમાધાન શોધી લીધું હતું. તેના પ્રોફેસરએ તેમને ફોન કરી જણાવ્યું કે તેની આ ઉપલબ્ધિને એકેડમી પેપરમાં છાપવામાં આવશે તો તેમને આ વાતની ખુશી થઈ નહીં. કારણ કે ત્યારે તેઓ માઈક્રોસોફ્ટની સ્થાપના માટે કોલેજ છોડી ચુક્યા હતા. 
4. ગેટ્સ ઘણીવાર અલ્બાકર્કીમાં કાર ચલાવવા જતા. એકવાર તો તે પોતાના મિત્રની પોર્શ 928 સુપર કાર લઈ ગયા અને તેનો અકસ્માત થયો હતો. આ કારને રીપેર કરાવવામાં એક વર્ષનો સમય લાગી ગયો હતો. 
5. ગેટ્સ માઈક્રોસોફ્ટના કર્મચારીઓની ગાડીના નંબર યાદ કરી લેતા હતા. જેથી તેમને ખબર પડે કે કોણ ક્યારે ઓફિસે આવે છે અને જાય છે. 
6. મિનિસ્વીપર માઈક્રોસોફ્ટની એક ગેમ હતી. પરંતુ બિલએ તેને પોતાની ઓફિસના કોમ્પ્યૂટરોમાંથી દૂર કરી હતી જેથી લોકો પોતાના કામ પર ધ્યાન આપે.
7. 1990 સુધી માઈક્રોસોફ્ટ પ્રખ્યાત થઈ ચુકી હતી. પરંતુ કંપનીના નિયમોનુસાર જ્યારે પણ કોઈ કર્મચારી ઓફિસ ટ્રિપ માટે બહાર જાય તો તેને ઈકોનોમી ક્લાસમાં જ મુસાફરી કરવી પડતી. ખુદ બિલ ગેટ્સ પણ ઈકોનોમી ક્લાસમાં જ મુસાફરી કરતાં.
8. બિલ ગેટ્સને કયો આઈડિયા ગમતો અને કયો નહીં તે તેના 'એફ' શબ્દ પરથી લોકો જાણતા. બિલ કોઈ પેપર વાંચતી વખતે જો ઓછી વખત આ શબ્દ બોલે તો તેને આઈડિયા ગમ્યો હોય તેવું બનતું.
9. બિલએ સવારે 4 કલાક સુધી જાગી અને નીલ કોંજેન સાથે મળી અને આઈબીએમ માટે ડંકી બાસ ગેમ બનાવી હતી. જ્યારે એપલ કંપનીએ આ ગેમ જોઈ તો તેને નકામી અને ફાલતુ ગણાવી હતી. તેમને વિશ્વાસ થયો નહીં કે બિલ ગેટ્સએ તેને બનાવી છે. 
10. કહેવાય છે કે બિલને તેના વાસણ જાતે સાફ કરવા પસંદ છે. આ કામ તેમને પોતાની રીતે કરવું પસંદ છે. 

Post a Comment

أحدث أقدم