આજના ફોનના સમયમાં ફોનનાં થોડા દુહાની મોજ લઈ લો. આજે જ આ મેસેજ વ્હોટ્સએપ્પમાં મળ્યો. કોણે લખ્યું છે તે ખ્યાલ નથી. પણ જેણે લખ્યું હોય તેને ધન્યવાદ અને આભાર.
સાહિત્યમાં હોકાના દુહા છે
દારૂના દુહા છે, ઘોડાના દુહા છે
ટૂંકમાં જે-તે સમયના કવિએ
સમય મુજબના દુહા લખ્યા છે.
ફોન ફટાણા ગાજતા, ગરવા વાગે ગીત,
કાન ભરાવી કુંભડા, નવરા સાંભળે નિત
સારી આવે સેલ્ફી, સાથી જો ઊભા સંગ,
અધર કરીને આભમાં, અવળા કરતાં અંગ
ચોતરે વાતું અવનવી, ને દોઢા હાંકે ડિંગ,
સાંકળ બાંધી હાટને, સીધી થાય શોપિંગ
માણસ ગણી મોબાઇલને, સઘળા નમાવે શિશ,
પંડે પોગ્યા ફોનમાં, અવતાર જાણે જગદીશ
પંડ પથારી પાથરી, ને નવરા વાપરે નેટ,
જવાબ આપે જટ દઈ, ચૂકે કદી ન ચેટ
પ્રિત વછોયા પંખીડા, વળી ચડે જો વાત,
છેડો ન છોડે વારતાં, ને રમતાં કાઢે રાત
માયા મૂકી ફોનમાં, મશગુલ માણસ ગણ,
ડેલે માંડીને ડાયરા, વાતું કરે કાંઈ કામણ
એપલ અડધા મળતા, બીલ સંગે બજાર,
રોજા રાખી રાતના, મુલ્લા ગયા મજાર
ગણીને ગાંડા ભેળા કરે, ગરવું બનાવે ગૃપ,
એડમિન એનો નવરો, ને નગણો એનો નૃપ
હોડ મચાવી હિંદમાં, તોડી તાર ટપાલ,
વાર ન લાગે વાંચતા, તરત પુગે તત્કાલ
નર બધીયે નાતના, જીવન સાથી જોય,
પરણો ફોને પરબારા, ગમતો ગરજો કોય
ફોટા ફરતા અવનવા, પાડે ગામે ગામ,
દાટ વાળતા દેશનો, મુકે ઇન્સ્ટા ગ્રામ
લહેકો કરી હેલો કહે, હૈયે હોંશની હેલ,
હાડા જરા હલતા નહીં, કૈક કરતાં ખેલ
આવી પડે આફત, દુ્કાળ પડે જો દેશમાં,
લેશ ન માથે લાજ, લોક ફરે રાજા વેશમાં
અસ્ત્ર અંગુઠા તણા, જામતા ફોને જુદ્ધ,
કૌશિક કહે ફોનમાં, કો બળિયો કો બુદ્ધ.
સાહિત્યમાં હોકાના દુહા છે
દારૂના દુહા છે, ઘોડાના દુહા છે
ટૂંકમાં જે-તે સમયના કવિએ
સમય મુજબના દુહા લખ્યા છે.
ફોન ફટાણા ગાજતા, ગરવા વાગે ગીત,
કાન ભરાવી કુંભડા, નવરા સાંભળે નિત
સારી આવે સેલ્ફી, સાથી જો ઊભા સંગ,
અધર કરીને આભમાં, અવળા કરતાં અંગ
ચોતરે વાતું અવનવી, ને દોઢા હાંકે ડિંગ,
સાંકળ બાંધી હાટને, સીધી થાય શોપિંગ
માણસ ગણી મોબાઇલને, સઘળા નમાવે શિશ,
પંડે પોગ્યા ફોનમાં, અવતાર જાણે જગદીશ
પંડ પથારી પાથરી, ને નવરા વાપરે નેટ,
જવાબ આપે જટ દઈ, ચૂકે કદી ન ચેટ
પ્રિત વછોયા પંખીડા, વળી ચડે જો વાત,
છેડો ન છોડે વારતાં, ને રમતાં કાઢે રાત
માયા મૂકી ફોનમાં, મશગુલ માણસ ગણ,
ડેલે માંડીને ડાયરા, વાતું કરે કાંઈ કામણ
એપલ અડધા મળતા, બીલ સંગે બજાર,
રોજા રાખી રાતના, મુલ્લા ગયા મજાર
ગણીને ગાંડા ભેળા કરે, ગરવું બનાવે ગૃપ,
એડમિન એનો નવરો, ને નગણો એનો નૃપ
હોડ મચાવી હિંદમાં, તોડી તાર ટપાલ,
વાર ન લાગે વાંચતા, તરત પુગે તત્કાલ
નર બધીયે નાતના, જીવન સાથી જોય,
પરણો ફોને પરબારા, ગમતો ગરજો કોય
ફોટા ફરતા અવનવા, પાડે ગામે ગામ,
દાટ વાળતા દેશનો, મુકે ઇન્સ્ટા ગ્રામ
લહેકો કરી હેલો કહે, હૈયે હોંશની હેલ,
હાડા જરા હલતા નહીં, કૈક કરતાં ખેલ
આવી પડે આફત, દુ્કાળ પડે જો દેશમાં,
લેશ ન માથે લાજ, લોક ફરે રાજા વેશમાં
અસ્ત્ર અંગુઠા તણા, જામતા ફોને જુદ્ધ,
કૌશિક કહે ફોનમાં, કો બળિયો કો બુદ્ધ.
અમે ગુજરાતી ભાઈઓ..
![]() |
Saurastra Doha |
إرسال تعليق