સાંજ પછી ક્યારેય ન કરવા આ 6 કામ

ભારતીય પરંપરામાં અનેક વાતો કહેવામાં આવી છે જેની પાછળ કોઈને કોઈ કારણ ચોક્કસ રહેલું હોય છે એટલુ જ નહીં, તેને આજનું આધુનિક વિજ્ઞાન પણ આ માન્યતાઓને પ્રમાણિત કરે છે. આજે અમે એવી જ કેટલીક પરંપરાઓ બતાવી રહ્યા છે જે સાંજ અને રાત સાથે જોડાયેલી છે. સાંજનો સમયે કેટલીક પ્રવૃત્તિઓ ન કરવા માટે ધર્મમાં નિષેધ કરવામાં આવ્યો છે અને બીજી તરફ કંઈ બાબતોનું ઘરમાં ધ્યાન રાખવું જોઈએ તે અંગે પણ જણાવ્યું છે. આપણી હિન્દુ સંસ્કૃતિ અનેક રીતે બીજા કરતા અલગ છે પણ કેટલીક અનુકરણીય બાબતો એવી પણ છે જે બધા ધર્મોમાં સમાન રીતે પાલન કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં જે પણ પરંપરાઓ બનાવવામાં આવી છે તેની પાછળ કોઈને કોઈ વૈજ્ઞાનિક કારણ ચોક્કસ છૂપાયેલ હોય છે

આવી જ પરંપરાઓ વિશે જાણો સાંજથી લઈને મોડી રાત સુધી ઘરમાં શું ધ્યાન રાખવું જોઈએ....

- સાંજના સમયે ઘરમાં અંધારું શા માટે ન રાખવું?
Mydreamstore [CPS] IN
- સૂર્યાસ્તના સમયે કેમ અભ્યાસ ન કરવો જોઈએ?

- સાંજના સમયે કેમ જમવું ન જોઈએ?

- આ સમયે ઘરમાં ઝાડુ-પોતા ન કરશો, કેમ કે...
Forest Essential [CPV] WW
- રાતના સમયે શા માટે ન કરવી જોઈએ સાફ સફાઈ

- રાત્રે ધોયા વગરના વાસણો ઘરમાં કેમ ન રાખવા જોઈએ?


  • સાંજના સમયે ઘરમાં અંધારું શા માટે ન રાખવું?

આપણે આપણા ઘરના વડીલોને એવું કહેતા ચોક્કસ સાંભળીએ છીએ કે, સાંજના સમયે અંધારું ન રાખવું જોઈએ. કારણ કે સૂર્યાસ્તનો સમય કે સાંજનો સમય શાસ્ત્રો પ્રમાણે ભગવાનની આરાધના કરવાનો સમય માનવામાં આવે છે.

દરેક ધર્મના બધા જ જાણીતા પુસ્તકોમાં સાંજે પૂજા કરવાનું ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે. તેની સાથે સાંજના સમયે ઘરમાં દીવો સળગાવવો અથવા ઘરને પ્રકાશિત(લાઇટ દ્વારા) કરવું પણ જરૂરી માનવામાં આવ્યું છે. સંધ્યાનો શાબ્દિક અર્થ સંધિનો સમય અર્થાત્ જ્યાં દિવસ પૂરો થાય છે અને રાત શરૂ થાય છે તેને સંધિકાળ કહેવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે આખા દિવસને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે જેમાં પ્રાતઃકાળ, મધ્યાહન કાળ અને સાયંકાળ.

સંધ્યા પૂજન માટે પ્રાતઃકાળનો સમય સૂર્યોદયથી 6 ઘડી સુધી, મધ્યાહન 12 ઘડી સુધી તથા સાયંકાળ 20 ઘડી સુધી ઓળખાય છે. એક ઘડીમાં 24 મિનિટ હોય છે. પ્રાતઃકાળમાં તારા હોય ત્યારે, મધ્યાહનમાં જ્યારે સૂર્ય મધ્યમાં હોય ત્યારે અને સાંજે સૂર્યાસ્તની પહેલા જ સંધ્યા કરવી જોઈએ. સંધ્યાનો તાતપર્ય પૂજા કે ભગવાનને યાદ કરવા સાથે છે. શાસ્ત્રોની માન્યતા છે કે નિયમપૂર્વક સંધ્યા કરવાથી પાપ રહિત થઈ બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે.

રાતે કે દિવસે આપણાથી જાણતા-અજાણતા ખરાબ કામ થઈ જાય છે, તે ત્રિકાળ સંધ્યાથી નષ્ટ થઈ જાય છે. ઘરમાં સંધ્યાનો દીવો પ્રગટાવવો કે પ્રકાશ રાખવો જરૂરી માનવામાં આવ્યો છે કારણ કે ઘરમાં સાંજના સમયે અંધારું રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો સ્થાયી નિવાસ થાય છે. ઘરમાં બરકત નથી રહેતી અને ઘરમાં અલક્ષ્મીનો વાસ થાય છે. એટલે સાંજે ઘરમાં અંધારું ન રાખવું જોઈએ.

Zaful WW
  • સૂર્યાસ્તના સમયે કેમ અભ્યાસ ન કરવો જોઈએ?


આપણે ત્યાં દૈનિક ક્રિયા સાથે જોડાયેલી અનેક પરંપરાઓ છે, તેમાં એક છે કે સૂર્યાસ્તના સમયે અભ્યાસ કે વાંચન ન કરવું. કારણ કે સૂર્યાસ્તના સમયે સૂર્યનો પ્રકાશ થોડો ધુંધળો બની જાય છે એટલે આ સમયે કોઈ પણ પ્રકારની લાઈટમાં વાંચન કરવાથી આંખો ઉપર વધુ જોર પડે છે એટલે આંખો ઉપર ખરાબ અસર થાય છે.

કહેવાય છે કે, સાંજના સમયે અભ્યાસ-વાંચન ન કરવું જોઈએ. આ સમય તો પૂરી ભક્તિ ભાવથી ભગવાનની પૂજા –અર્ચના કરી સંધ્યા કરવી જોઈએ. આ બાબતે વિદ્વાનો એવું માને છે કે, સૂર્યાસ્તના સમયે અભ્યાસ કરવાથી એકાગ્રતા નથી આવતી. મન આ સમયે થોડું ખિન્ન પણ રહે છે. સવારના સમયે જેટલું ફ્રેશ નથી રહેતું. એટલે અભ્યાસની મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થતું નથી. સાથે જ યશ, લક્ષ્મી, વિદ્યા વગેરેનો પણ નાશ થાય છે. એટલે સૂર્યાસ્તના સમયે અભ્યાસ ન કરવો જોઈએ.

Zaful WW
  • સાંજના સમયે કેમ જમવું ન જોઈએ?

આપણે ત્યાં દૈનિક કાર્ય સાથે જોડાયેલી કેટલીક પરંપરાઓ જેમ કે, સવારે વહેલાં ઊઠી જવું, સાંજના સમયે ન સૂવું, સાંજના સમયે ન વાંચવું અને સૂર્યાસ્તના સમયે ખાવું ન જોઈએ વગેરે પાછળ અનેક પરંપરાઓ બનાવવામાં આવી છે.

કહેવાય છે કે સાંજના સમયે ભોજન ન કરવું જોઈએ. આ સમયે પૂરાં ભક્તિભાવથી ભગવાનની પૂજા-અર્ચના તથા સંધ્યા કરવી જોઈએ. આ બાબતે વિદ્વાનોની માન્યતા છે કે, આ બધા કામોને સાંજના સમયે કરવાથી ઉંમર ઘટે છે. સાથે જ યશ, લક્ષ્મી, વિદ્યા વગેરેનો પણ નાશ થઈ જાય છે. તેનું વૈજ્ઞાનિક કારણે એવું છે કે, સૂર્યાસ્તના સમયે ભોજન કરવાથી પાચન શક્તિને અસર થાય છે અને પેટને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સાંજનો સમય આમેય અંધારું થવાને કારણે નકારાત્મક ઊર્જા એકદમ નીચી આવી જાય છે તથા ઘરમાં અજવાળું ન કરીએ ત્યાં સુધી તે દૂર થતી નથી. તેથી જ આ સમયે પૂજા-અર્ચના કરી ઘરમાં વીજળી અને દીવા-બત્તી પ્રગટાવી અંધારું દૂર કરી નકારાત્મકતા દૂર કરવી જોઈએ ત્યારબાદ જ જમવું જોઈ.

Rentomojo [CPV] IN
  • રાતના સમયે શા માટે ન કરવી જોઈએ સાફ સફાઈ

મોટાભાગના ઘરોમાં આજે પણ એવી પરંપરા પ્રચલિત છે કે રાતે સાફ-સફાઈ કરવામાં નથી આવતી. પ્રાચીન સમયતી જ આ પ્રકારની પરંપરા ચાલતી આવી રહી છે અને તેની પાછળ વૈજ્ઞાનિક તથ્ય પણ બતાવવામાં આવ્યા છે. અહીં જાણો રાતના સયમે સાફ-સફાઈ કેમ ન કરવી જોઈએ.


  • રાતના સમયે કચરો બહાર ફેંકવો કેમ અશુભઃ-

ઘરમાં કોઈપણ પ્રકારની ધૂળ-માટી, ગંદકી હોવી સ્વાસ્થની દ્રષ્ટિએ નુકસાનકારક હોય છે, સાથે જ ઘર-પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પણ ગંદકી અશુભ માનવામાં આવે છે. ઘરની સાફ-સફાઈથી આપણું મન હંમેશા પ્રસન્ન અને ખુશ રહે છે. જો ઘરમાં ગંદકી રહેશે તો ધન સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. શાસ્ત્રો પ્રમાણે રાતના સમયે કચરો ઘરની બહાર ફેંકવો અપશુકન માનવામાં આવે છે તેને લીધે રાતના સમયે સાફ-સફાઈ કરવાનું વર્જિત છે.

એટલા માટે ન કરવી જોઈએ રાતના સમયે સાફ-સફાઈઃ-

સાંજના સમયે કે રાતના સમયે ઘરની સાફ-સફાઈ વર્જિત(મનાઈ) કરવામાં આવેલી છે. સવારના સમયે સફાઈ કર્યા પચી ઘરના બધા સદસ્યો નહાઈ લે છે, જેનાથી શરીર ઉપર લાગેલ બીમારીના કિટાણુઓ સાફ થઈ જાય છે. ગંદકીના કિટાણુઓથી બીમરા થવાની સંભાવનાઓ ઓછી થઈ જાય છે. જો રાતના સમયે સફાઈ કરવામાં આવે તો ગંદકીના કિટાણુઓ ઘરના સદસ્યોના શરીર ઉપર ચોટી ડશે. રાતે બધા સદસ્યો નહાતા નથી હોતા, એવી વખતે એ કિટાણુઓથી આપણા સ્વાસ્થ ઉપર ખતરો થઈ શકે છે. તેના કારણે રાતના સમયે સાફ-સફાઈ ન કરવી જોઈએ.

Magzter [CPS] IN
  • રાત્રે ધોયા વગરના વાસણો ઘરમાં કેમ ન રાખવા જોઈએ?

આપણે ત્યાં દૈનિક કાર્યો સાથે જોડાયેલ અનેક પરંપરાઓ બનાવવામાં આવી છે. જેમ એક છે સાંજે સફાઈ ન કરવી અને રાતના જૂઠા-એઠવાડા વાસણો રાખવા ન જોઈએ. આપણે ત્યાં દરેક પરંપરા પાછળ એક લોજિક છુપાયેલ હોય છે તથા આ પરંપરામાં વૈજ્ઞાનિક તથ્યતો હોય જ છે. આપણા શાસ્ત્રો પ્રમાણે રાતના એઠવાડા વાસણો ધોયા વગર છોડી દેવાની માનઈ કરવામાં આવી છે. કારણ કે તેનાથી ઘરની સુખ-સમૃદ્ધિનો નાશ થાય છે અને સાથે જ ઘરમાં અલક્ષ્મીનો વાસ થાય છે.

તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એવું છે કે, ઘરમાં એઠવાડા વાસણો રાખવાથી તે વાસણોમાં નાના-નાના બેક્ટેરિયા જન્મ લે છે અને આખી રાતમાં તેની સંખ્યા ખૂબ જ વધી જાય છે. સવારે આ વાસણોની સફાઈ કરવામાં આવે ત્યારે તેમાં બેક્ટેરિયા રહી જાય છે જે બીમારીનું કારણ બને છે.

સાથે જ જો વાસ્તુશાસ્ત્રના દ્રષ્ઠિએ વિચારીએ તો પણ રાતના સમયે ઘરમાં વાસણો રાખવા શુભ નથી માનવામાં આવતું. કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધવા લાગે છે અને સકારાત્મક ઊર્જા ઓછી થવા લાગે છે. એટલે એવી માન્યતા છે કે રાતના એઠવાડા વાસણો રાખી મૂકવા ન જોઈએ.

સૌજન્ય દિવ્ય ભાસ્કર

Post a Comment

أحدث أقدم