આર્ટિકલ 370 અંગે જાણવામાં લોકોને સૌથી વધુ રસ પડ્યો
લોકસભા ઇલેકશન અને ચંદ્રયાન -2 સૌથી આગળ

નવું વર્ષ વિદાય લઇ રહયું છે અને ૨૦૨૦ના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે વિતેલા વર્ષના લેખા જોખા થવા સ્વભાવિક છે. સ્માર્ર્ટફોન અને ડિજીટલ પ્લેટફોર્મના આજના સમયમાં ગુગલ સર્ચ દ્વારા પોતાને ગમતા વિષય પરની જાણકારી સરળતાથી મેળવી શકે છે.૨૦૧૯નું વર્ષ ઘટનાઓથી ભરપૂર રહયું છે જેમાં ત્રણ ઘટનાઓ પર ભારતના લોકોનું સૌથી વધુ ફોકસ રહયું હતું. ઇગ્લેન્ડમાં રમાયેલા ક્રિકેટ વર્લ્ડકપ પર વિશે અવનવી જાણકારી મેળવવામાં ભારતીયોને સૌથી વધારે રસ પડયો છે ત્યાર ભારતમાં બાદ દર પાંચ વર્ષે લોકસભાની ચૂંટણીઓ આવે છે જે વર્ષ ૨૦૧૯ના મે મહિનામાં યોજાઇ હતી.

આ લોકસભા ઇલેકશનની માહિતી પણ ગુગલ સર્ચમાં ફેવરિટ રહી છે.ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ ચંદ્રયાન-૨ અભિયાન શરુ કર્યું હતું. ચંદ્રયાને તેના નિર્ધારિત સમય મુજબ આગળ વધી રહયું હતું પરંતુ ચંદ્રયાન અંર્તગત ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર વિક્રમ લેન્ડર ઉતરાણ દરમિયાન ક્રશ થતા કરોડો ભારતીયો નિરાશ થયા હતા.આથી ચંદ્રયાન શું છે ? વિક્રમ લેન્ડર શું છે ? વગરે ગુગલ પર સર્ચ કરીને જાણકારી મેળવી છે. ગત ઓગસ્ટ મહિનાની ૪ થી તારીખે જમ્મુ કાશ્મીરમાંથી ૭૦ વર્ષ જુની આર્ટિકલ ૩૭૦ની જોગવાઇ ભારત સરકારે હટાવી લેતા ૩૭૦ વિશે જાણકારી મેળવવામાં પણ જીજ્ઞાાસુઓને રસ પડયો હતો.

આ ઉપરાંત કબીરસિંહ અને એન્ડ ગેમ પણ સર્ચમાં ટોપમાં સ્થાન ધરાવે છે. સ્પોર્ટસની વાત કરીએ તો ભારતમાં ક્રિકેટને ધર્મનો દરજજો આપવામાં આવ્યો છે. આથી ક્રિકેટ પ્રથમ ક્રમે હોય તે સ્વભાવિક છે આ ઉપરાંત કબડ્ડી લીગ,વિમ્બડન,કોપા અમેરિકા અને ઓસ્ટ્રેલિયન ઓપન જેવી રમત સ્પર્ધાઓ ટોપ પર રહી હતી.
લ પરના સૌથી વધુ પ્રશ્નોની વાત કરીએ તો વોટ ઇઝ આર્ટિકલ ૩૭૦, વોટ ઇઝ એકઝિટ પોલ,વોટ ઇઝ બ્લેક હોલ,વોટ ઇઝ હાઉડી મોદી અને વોટ ઇઝ ઇ સિગરેટનો સમાવેશ થાય છે. સૌથી વધારે સર્ચ થયેલા ન્યુઝની વાત કરીએ તો લોકસભા ઇલેકશન રિઝલ્ટ,ચંદ્રયાન-૨, આર્ટિકલ ૩૭૦,ભારત સરકારની પી એમ કિસાન યોજના અને મહારાષ્ટ્ર એસેમ્બલી ઇલેકશનનો ટોપ ઉપર રહયા છે. સૌથી વધારે સર્ચ થયેલી વ્યકિતઓની વાત કરીએ તો પાયલોટ અભિનંદન શર્મા,લતા મંગેશકર, યુવરાજસિંહ,આનંદ કુમાર અને વિકી કૌશલ અને રાનુ મંડલનો સમાવેશ થાય છે.
إرسال تعليق