ભારતીયો પશ્ચિમની કોપી કરવા લાગ્યા છે. તે પછી શિ....

અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યા બાદ પણ હજી આપણા મગજમાં એવી ભાવના છે કે આપણે તેમના કરતા પછાત અને અનપઢ છે. અગાઉ એમ હતું કે પશ્ચિમ પૂર્વએ બતાવેલા રસ્તા પર ચાલતું હતું. પરતું થોડા વર્ષો બાદ સ્થિતિ એવી આવી ગઈ છે કે ભારતીયો પશ્ચિમની કોપી કરવા લાગ્યા છે. તે પછી શિક્ષણની બાબત હોય કે પછી કપડા પહેરવાની બાબત હોય કે ખાવા-પીવાની આપણે બધા મોટા ભાગે પશ્ચિમની કોપી કરીએ છીએ.


હાલ એવું જોવા મળી રહ્યું છે કે પૂર્વ પશ્ચિમ પ્રમાણે ચાલી રહ્યું છે. આપણી જ કેટલીક વસ્તુઓની આપણને જ કિંમત નથી. જેમ કે હળદરવાળું દૂધ હવે પશ્ચિમ દેશોમાં Turmeric Latteના નામથી વેચવામાં આવે છે અને પસંદ પણ કરવામાં આવે છે અને આપણે હળદરવાળું દૂધ છોડીને એલોપેથી તરફ આગળ વધી રહ્યાં છે. મોટા ભાગે આપણે ઘરે હાથથી દાળ-ભાત, ઈડલી-ઢોસા સહિતની વસ્તુઓ ખઈ લઈએ છીએ. પરતું રેસ્ટોરન્ટ અને ઓફિસમાં આપણે સ્પુન અને ફોર્કનો ઉપયોગ કરીએ છીએ. આ બાબત હાલ એક ફેશન થઈ ગઈ છે.

હાથથી ખાવાની આદતથી ફાયદો થતો હોવાને કારણે વિદેશના રેસ્ટોરન્ટ હાથથી ખાવાની આદતને પ્રોત્સાહન આપી રહ્યાં છે. ન્યુયોર્ક, કેબ્રિજ, સન ફ્રાન્સિસ્કોની કેટલીક રેસ્ટોરન્ટો પોતાના ગ્રાહકોને હાથથી ખાવવા માટે પ્રેરિત કરે છે. જોકે તમને આ વાત સાંભળીને થોડું વિચિત્ર લાગશે, પરતું આ બાબત વાસ્તવિકતા છે.

હાથથી ખાવાના શું છે ફાયદા

– હાથની આગળીઓ અને હથેળીઓમાં મળનારા કેટલાક જીવાણું પાચન ક્રિયામાં સહાયક હોય છે.
– ટાઈપ 2 ડાયાબિટીસ રોકવામાં સહાયક
– તમે કોળીઓ પોતે નક્કી કરી શકો છો, જેથી તમે વધુ નહિ ખાઈ શકો.
– હાથથી ખાવું તે એક પ્રકારની કસરત છે.
– લોકોને કદાચ હાથથી ખાવાની બાબત અસ્વચ્છ લાગતી હશે, પરંતું તે વધુ ફાયદાકારક છે.

Post a Comment

أحدث أقدم