"શું અનમોલ વિચારો લખ્યા છે કોઈએ, વાંચો હાર્ટ-ટચિંગ લાઈન્સ"
* તરસ લાગી’તી ગજબ ની....
પણ પાણીમાં ઝેર હતું....
પીવ તો મરી જાત અને, ન પીવ તો પણ મરી જાત...!!
* બસ આ જ બાબતો નો જિંદગી ભર હલ ન થયો
નો ઊંધ પૂરી થઇ કે, ન ખ્વાબો મુકમ્મલ થયા.
* સમયે કહ્યું.... કાશ! થોડી વધારે ધીરજ હોત
ધીરજે કહ્યું.... કાશ! થોડો વધારે સમય હોત...
* સવારે સવારે ઉઠવું પડે છે સાહેબ કમાવવા માટે.....
આરામ કમાવવા નીકળ્યો છુ આરામ છોડીને.
* ‘હુનર’ રસ્તાઓમાં પ્રદર્શન થાય છે અને ‘કિસ્મત’ મહેલોમાં રાજ કરે છે.
* “શિકાયતો તો ઘણી છે એ ઝીંદગી તારી સાથે”
પણ ચુપ એટલા માટે છુ એ જિંદગી કે...
“જે તે મને આપ્યું છે એ પણ બધાના નસીબમાં
નથી હોતું...”
* અજીબ સોદાગર છે આ સમય પણ...!!
જુવાની ની લાલચ આપીને બાળપણ લઇ ગયું....
* રોજ કામે થી ઘરે પાછો ફરું છુ... દરરોજ પાકી અને હારીને,
આજસુધી ખબર નથી પડી કે જીવવા માટે કામ કરું છુ કે પછી કામ માટે જીવું છુ...
* જયારે લાગ્યા પૈસા કમાવવા ત્યારે,
ખબર પડી કે શોખ તો માં-બાપના પૈસાથી પુરા થાય છે,
પોતાના પૈસાથી તો ફક્ત જરૂરતો જ પૂરી થાય છે.. !!
* માચીસ ની જરૂરત અહી કોઈને નથી...
અહી આદમી આદમી થી બળે છે...!!
إرسال تعليق