તલ ખાવાથી સ્વાસ્થ્યને થતા અનમોલ ફાયદા વિષે

"જાણો.. તલ ખાવાથી સ્વાસ્થ્યને થતા અનમોલ ફાયદા વિષે..."


તલ બે પ્રકારના હોય છે, સફેદ અને કાળા. તલ જોવામાં નાના લાગે છે પણ તેના ફાયદા ખુબ મોટા છે. નિત્ય તલનું સેવન કરવાથી સ્વાસ્થ્યની સાથે સાથે આપણી બ્યુટી પર પણ અસર થાય છે. આ સ્વાસ્થ્ય માટે શક્તિવર્ધક અને કાર્યક્ષમ છે. જાણો તેના અણમોલ ફાયદા વિષે..
* શિયાળામાં તલ ખાવાથી શરીરને ઉર્જા મળે છે. તલમાં મોનો-સેચુરેટેડ ફેટી એસિડ હોય છે જે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડીને HDL માં વધારો કરે છે.
* તલ માં માનસિક ક્ષતિને ઘટાડવાનો ગુણ રહેલ હોય છે, જેથી તમે તણાવ અને ડિપ્રેશનથી મુક્ત રહી શકો છો. દરરોજ થોડી માત્રામાં આનું સેવન કરવાથી માનસિક ક્ષતિને તમે દુર કરી શકો છો.
* તલનું સેવન કરવાથી ભૂખ વધે છે. સાથે જ આ વાત, પિત્ત અને કફ જેવા રોગોને પણ નષ્ટ કરે છે.
* તલ અને ખાંડના પાણીને જયારે ઉધરસ આવે ત્યારે ઉકાળીને પીવાથી જમા થયેલ ફક નીકળી જાય છે.
* પ્રાચીન સમયમાં સુંદરતા જાળવવા માટે તલનો પ્રયોગ કરવામાં આવે છે. દાંતો માટે તલ ખુબજ ફાયદા કારક છે. સવારે બ્રશ કર્યા બાદ ભૂખ્યા પેટે તલને ખાવા જોઈએ. આનાથી દાંત મજબુત બને છે.
* જો ન્યુટ્રીશન (પોષ્ટિકતા) ની વાત કરીએ તો કાળા તલ ખુબજ લાભદાયી છે. સફેદ તલની પોષ્ટિકતા કાળા તલ કરતા ઓછી હોય છે.
* આ બુદ્ધિને વધારે છે અને પેટમાં બળતરાને કમ કરે છે. તલમાં વિટામિન એ અને સી ને છોડીને બધા પોષ્ટિક તત્વો મળી આવે છે, જે સારા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. તલ વિટામિન બી અને જરૂરી ફેટી એસીડથી ભરપુર છે.
* શરીરમાં કોઇપણ ભાગની ચામડીમાં જયારે બળતરા થાય ત્યારે તલને પીસીને તેમાં ધી અને કપૂર નાખીને તે જગ્યાએ લગાવવાથી સમસ્યા દુર થાય છે.
* તલનું તેલ ચામડી માટે ખુબજ ફાયદાકારક છે. આની મદદથી ત્વચાને આવશ્યક પોષણ મળે છે.
* તલમાં જીંક અને કેલ્સિયમ હોય છે, જે હાડકાની સુશીરતાની સંભાવના ને ઘટાડવા મદદરૂપ થાય છે.
* તલમાં સેસમીન નામનું એન્ટીઑકિસડન્ટ મળી આવે છે, જે કેન્સર કોષોને વધતા અટકાવે છે. પોતાની આ ખાસીયતને કારણે લંગ કેન્સર, આંતરડાનું કેન્સર, લ્યુકેમિયા, પ્રોસ્ટેટ કેન્સર અને સ્તન કેન્સર થવાની આશંકાને ઘટાડે છે.
* તલમાં ઘણા પ્રકારના સોલ્ટ જેવા કે કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, જસત અને સેલેનિયમ હોય છે, જે હૃદયના સ્નાયુઓને સક્રિય રૂપથી ઘટાડવામાં મદદ કરે છે.
* તલમાં ઓલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. આ મોનો-સેચુરેટેડ ફેટી એસિડનું એક પેટન્ટ છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આનાથી શરીરમાં તંદુરસ્ત લિપિડ બની રહે છે. આ હાર્ટ સંબંધિત બીમારીઓને દુર રાખે છે.
* વાળના સ્વાસ્થ્ય માટે તેલનું તેલ ફાયદેકારક છે. જો રોજ વાળમાં તલના તેલથી માલીશ કરવામાં આવે તો વાળ સ્વાસ્થ્ય રહે છે અને ખરતા પણ બધ થાય છે.
* તલમાં ફોલિક એસિડ હોય છે જે ગર્ભવતી મહિલાઓ અને ગર્ભના વિકાસમાં મદદ કરે છે.
* જો પેટમાં દુઃખાવો થાય તો થોડા ગરમ પાણીમાં કાળા તલ નાખીને પાણીનું સેવન કરવું. આનાથી તમને ઘણો ફાયદો થશે.
* તલ, આદુ, મેથી, અશ્વગંધા બધાને સમાન માત્રામાં મેળવીને પાવડર (ચૂરણ) તૈયાર કરવો. રોજ સવારે આ ચૂરણનું સેવન કરવાથી સંધિવાની સમસ્યા દુર થાય છે. તલના સેવનથી કફ અને બળતરામાં રાહત મળે છે.
* સો ગ્રામ સફેદ તલ માંથી 1,000 મિલિગ્રામ કેલ્શિયમ પ્રાપ્ત થાય છે. બદામની અપેક્ષાએ તલમાં છ ગણા કરતા વધારે કેલ્શિયમ હોય છે.

Post a Comment

أحدث أقدم