નિંદામણ નાશક કેમિકલોની ભયાનકતા અને નિંદામણની ઉપયોગિતા
નિંદામણની વ્યાખ્યા : ખેતરમાં વાવેતર કરેલા પાક સિવાયના અન્ય ઘાસ, છોડ, વેલા ઉગે તેને નિંદામણ કહેવામાં આવે છે.
નિંદામણ એ કૃષિની મોટી સમસ્યા છે. જેના નિકાલમાં કિસાનોનો સમય ખર્ચાય છે અને મજૂરી ખર્ચ વધે છે. આ સમસ્યા નિવારવા કંપનીઓએ કેમિકલોનો આશરો લઈને નિંદામણ નાશકો બનાવ્યા. કૃષિમાં બે પ્રકારની વનસ્પતિ થાય છે. એક કુંપળા વાળી જેવી કે ઘઉં, મકાઇ, જૂવાર, રજકો, લસણ, ડુંગળી વિગેરે. બીજી ડાળી કે ડાંડલી વાળી. જેવી કે કપાસ, રાયડો, એરંડા તમામ કઠોળ, વેલા વાળા શાકભાજી, રીંગણ-મરચી વગેરે. આથી કંપનીઓએ બે પ્રકારના કેમિકલ શોધ્યાં. એક કુંપળા વાળા કૃષિ પાકમાં ડાળી વાળા છોડના બીજને ન ઉગવા દેતું કેમિકલ અને બીજૂ ડાળી વાળા પાકમાં કુંપળા વાળા છોડના બીજને ન ઉગવા દેતું કેમિકલ. આજથી વર્ષો પહેલાં અમે અમારા ખેતરમાં લસણમાં બાસાલિન નામના નિંદામણ નાશકનો ત્રણ વર્ષ ઉપયોગ કરેલો. જેનાથી પાક ઉત્પાદનમાં ૨૦ ટકા ઘટાડો થયેલો. હજારો ખેડૂતોનો અનુભવ છે કે નિંદામણ નાશક કૃષિપાકોને ખૂબ નુકશાન કરે છે. નિંદામણ નાશક કેમિકલ વનસ્પતિની અંકુરણશક્તિને મારી નાંખે છે. એથી નિંદામણ ઉગતું નથી. કેમિકલની અસર ઘટ્યા પછી ઉગે તો મરતા મરતા ઉગે છે. અને નાના- નિમ્ન સ્તરના છોડ થાય છે. પણ ભયાનકતા એ છે કે બંને પ્રકારના નિંદામણ નાશક કૃષિમાં વાપરવાથી ધીમે-ધીમે તમામ પ્રકારના કૃષિ પાકોના બીજ ઉગતા બંધ થશે કે ઉગશે તો મરતા મરતા ઉગશે.
નિંદામણ નિયંત્રકના ભયાનક નૂકશાન :
૧. ૧૦ થી ૨૦ ટકા બીજનો ઉગાવો ઘટે છે.
૨. કૃષિપાકમાં છોડનો વિકાસ રૂંધાય છે. એથી ૨૦ ટકા ઉત્પાદન ઘટે જ છે. વારંવારના નિંદામણ નાશકના ઉપયોગથી ઉત્તરોત્તર કૃષિપાકોનું ઉત્પાદન વધુને વધુ ઘટતું જાય છે.
૩. એ કેમિકલનું પ્રમાણ જમીનમાં વધી જાય તો જમીનમાં કૃષિ પાકોના ઉગવાની, વિકસાવાની અને ઉત્પાદન આપવાની ક્ષમતા સાવ અલ્પ થઈ જાય કે નાશ પણ પામે. અને જમીન બંજર થઈ જાય. જેમાં કૃષિ પાકો તો શું ઘાસ પણ ન ઉગે.
૪. નિંદામણ નાશકના સર્વત્ર બેફામ વપરાશથી કૃષિ પાકોની ઉગવાની, વિકસવાની અને ઉત્પાદન આપવાની શક્તિ એકદમ ઘટી જતા કે નાશ થતા કિસાનો વધુ ગરીબ અને બરબાદ થશે. સાથે દેશ અને વિશ્વમાં અનાજ અને તમામ ખાદ્ય પદાર્થોની ભયાનક અછત સર્જાશે.
૫. આ કેમિકલો વરસાદ-પિયતના પાણીમાં ઓગળી જમીનમાં ઉતરે છે અને ભૂતળ અને નદી, તળાવ, ડેમોના પાણીમાં ભળે છે. આથી એ કેમિકલ માનવ અને તમામ જીવસૃષ્ટિના પેટમાં જવાથી તેઓના પ્રાકૃતિક જીવન અને વંશ ઉત્પન્ન કરવાથી કુદરતી શક્તિને પણ વિપરીત અસર કરે છે.
નિંદામણ નિયંત્રક કેમિકલો વનસ્પતિ, માનવ અને જીવસૃષ્ટિના આનુવાંશિક ગુણધર્મ (બીજ- જીન)ના હોર્મોન્સને વિકૃત કરે છે. આથી એ સૌથી ભયાનક છે. નિંદામણ નાશક કેમિકલોનો બેફામ વપરાશ જંતુનાશક ઝેર અને રાસાયણિક ખાતરો કરતા પણ અનેક ગણો હાનિકારક છે. આથી ભારત અને વિશ્વમાં કૃષિ, માનવજાતિ અને જીવસૃષ્ટિને બચાવવા નિંદામણ નાશક કેમિકલો ઉપર રાષ્ટ્રીય અને વૈશ્વિક પ્રતિબંધ મુકવો અનિવાર્ય છે.
આથી દેશી ગાય આધારિત કૃષિ માફક નિંદામણનું પણ પ્રાકૃતિક નિયંત્રણ અપનાવવું અનિવાર્ય છે.
નિંદામણનું પ્રાકૃતિક નિયંત્રણ :
૧. પાકના ઉગાવાથી અંત સુધી નિયમિત નિંદામણના બીજ પાક્યા પહેલાં નિંદામણ કાઢી નાંખવાથી ખેતરમાં વારસાગત પાકતું નિંદામણ અલ્પ થઇ જાય છે.
૨. છાણિયા ખાતરના ઢગલામાં જૈવિક કલ્ચર (કુદરતી બેકટેરિયા) છાંટીને-ભેળવીને ખાતરના ઢગલાને માટીથી ઢાંકીને ઉપરથી નીચે સુધી પલાળી દેવો. ત્યાર બાદ ૧૫ દિવસના અંતરે બે વાર ઢગલા ઉપર પાણી છાંટવાથી બેકટેરિયાની સંખ્યા ખૂબ વધશે. એ બેકટેરિયા કૃષિ કચરા સાથે નિંદામણના બીજ ખાઈ જશે. અને બેકટેરિયાની ગરમીથી બીજ સડી જશે. આ રીતે ખાતરમાંથી આવતા નિંદામણનું ઉત્તમ નિયંત્રણ કરી શકાય છે.
૩. છાણનો ગોબરગેસ પ્લાન્ટમાં સદ્ઉપયોગ કરવાથી બળતણ તરીકે ગેસ મળે છે અને છાણમાં નિંદામણના બીજ નાશ પામે છે. આથી ગોબરગેસ પ્લાન્ટ કિસાનો અને દેશ માટે વરદાન રૂપ છે.
૪. જે ખેતરમાં બેહદ નિંદામણ થયું હોય તેમાં પ્રથમ વરસાદે અને શિયાળુ સમયમાં પિયત આપીને વાવેતર ન કરવું. એથી મોટા ભાગનું નિંદામણ ઉગી જશે. એ નિંદામણને સાંતીથી પાડીને પછી બીજા વરસાદે કે બીજા પિયતે પિયત કરવાથી પાકમાં થતાં કુલ નિંદામણના ૫૦ ટકા નિંદામણનું નિયંત્રણ થાય છે.
૫. કૃષિ પાક લઇ લીધા પછી દેશી ગોવંશને દરેક ખેતરમાં અચૂક છુટો ચરવા મુકવો જેથી એ ઉભેલા તમામ નિંદામણના બી વાળા છોડ ખાઈ જશે સાથે નકામો કૃષિ કચરો ખાઈને ખેતરમાં સોના સમાન ગોબર-ગોમૂત્ર ઉમેરશે. આથી નિંદામણનું નિયંત્રણ થશે. અને ગાયોની આંતરડી ઠાર્યાનું મહાપૂણ્ય થશે. આ કાર્ય શ્રેષ્ઠ યજ્ઞકર્મ જાણવું.
આ પાંચ પ્રયોગના અમલ પછી પણ ખેતરમાં મર્યાદિત પ્રમાણમાં નિંદામણ થશે જ. એને થોડું મોટું થવા દઈ મૂળ સહિત ઉપાડીને માટી બરાબર સાફ કરીને દેશી ગોવંશને લીલા ચારા તરીકે ખવડાવવું. નિંદામણમાં સામાન્ય રીતે ૨૦ થી ૨૫ પ્રકારના ઘાસ, છોડ, વેલા હોય છે. વળી ગાય તેને મૂળ સહિત ખાય છે. આથી ગાયના દૂધમાં એ ૨૦ થી ૨૫ વનસ્પતિના મૂળ સહિતના પોષકતત્વો ઉમેરાય છે. જુવાર-મકાઈ રજકા જેવા લીલા ચારા કરતા નિંદામણના ગુણ અનેક ગણા છે.નિંદામણ ખાઈને ગાયે આપેલા દૂધ-ઘી-છાસ-ગૌમૂત્ર-ગોબરના ગુણ જંગલમાં ચરવા જતી ગાયના પંચગવ્યના ગુણ સમાન(અમૃત) હોય છે. ૩ થી ૪ એકર જમીનમાં થતા નિંદામણને નિયમિત સદ્ઉપયોગી કરવામાં આવે તો રોજ એક ગાયનો મફત નિભાવ કરીને અમૃત સમાન પંચગવ્ય મેળવી શકાય છે. આમ નિંદામણનું પ્રાકૃતિક નિયંત્રણ કર્યા પછી ઉગતા નિંદામણનો સદ્ઉપયોગી કરવાથી એ સમસ્યા મટીને સહાયક બની જાય છે. હિમાલયના પહાડી પ્રદેશો અને આદિવાસી વિસ્તારોમાં આ રીતે માત્ર નિંદામણથી જ પોતાની ગાયો-બકરાનો નિભાવ કરતા સેંકડો ખેડૂતો અને જોયાં છે.
ખેડૂત-ખેતર-ગોપાલક અને ગાય એક-બીજાના હરિફ નથી, પણ પુરક છે. આ ચારેયના સમન્વયથી સર્વમંગલ થાય છે.
વર્ષાજલ : વેદ અને આયુર્વેદના અનેક ગ્રંથોમાં વર્ષાજલને સૌથી શ્રેષ્ઠ કહ્યું છે. આથી દરેક પરિવારે પીવાના અને રસોઈના પાણીની વાર્ષિક જરૂરિયાત નક્કી કરીને એ પ્રમાણે એક ભૂગર્ભ ટાંકો બનાવવો. પ્રથમ વરસાદના પાણીમાં આકાશમાં ચઢેલો ધુમાડો-હાનિકારક વાયુ, માટીના રજકણો હોય છે. આથી એક વરસાદ પછી બીજો કે ત્રીજો વરસાદ આવે ત્યારે પ્રથમ અગાસી-છતને ધોઈને પછી એ પાણીનો ભુગર્ભ ટાંકામાં સંગ્રહ કરીને એ પાણી પીવામાં-રસોઈમાં વાપરવું. સૌથી આરોગ્યપ્રદ છે.।।

إرسال تعليق