નકામું : Poem Gujarati

મકાન વગરની બારી નકામી,
ને આખો' દી વોટસપ માં ચોયટી રે એવી નારી નકામી.

ગોખેલું ભણતર નકામું,
ને પ્લાન વગરનું ચણતર નકામુ.

તોફાન વગરનું બાળપણ નકામું,
ને ડાયાબિટીસ વાળાને ગળપણ નકામું.

લાગણી વગરના માણાં નકામા,
ને નીતિ વગરના નાણાં નકામા.

સાધનો વગરની જીમ નકામી,
ને ધોની વગરની આપણી ટીમ નકામી.

ખિચડી બોવ ખારી નકામી,
ને સાકર વિનાની ઘારી નકામી.

ન સમજે તેેને કેવું નકામું,
ને કોઈના ઘરે જાજા પડ્યું રેવું નકામું.

કામ વગરનું જાવું નકામું,
ને ભૂખ વગરનું ખાવું નકામું.

પ્રાણ વગરની કાયા નકામી,
ને મર્યા પછી આ બધી માયા નકામી.

મહંતો વગરની મઢી નકામી,
ને હળદર વગરની કઢી નકામી.

અધિકારી નરમ નકામા,
ને ગુણવાન ગરમ નકામા.

સત્તા પાસે શાન નકામું,
ને બહુ જાજું ડાહપણ નકામું.

ખોરડા સાવ ઉઘાળા નકામા,
ને ઘરમાં સાથે સાળા નકામા.

શરમ વગરના બાયું નકામા,
ને વ્યસન વાળા ભાયું નકામા.

જ્ઞાન વગરનું ધન નકામું,
ને પ્રાણી વગરનું વન નકામું.

વિનય વગરનું રુપ નકામું,
ને તમારા બધા વગર આ વોટસપ ગ્રુપ નકામુ

Post a Comment

أحدث أقدم