શું તમારું બાળક આર્થિક બાબતોમાં સુશિક્ષિત છે?

સુરત શહેરના જાણીતા Pediatric Surgeon અને નાણાં આયોજનનાં અભ્યાસુ ના અંગ્રેજી લેખનું ગુજરાતમાં અનુવાદ આજના આધુનિક યુગના બાળકો આર્થિક બાબતોમાં સુશિક્ષિત હોય તે ખુબજ અગત્યનું છે અને તે માટે સૌથી સારો રસ્તો પ્રત્યક્ષ શિક્ષણ જ છે. શા માટે ? આ બાબતો સ્કુલ કે કોલેજમાં શીખડાવવામાં આવતી નથી. વહેલું કે મોડું બાળક કયાં તો અભ્યાસ માટે કે કારકિર્દી/નોકરી ધંધા માટે તમારાથી છુટું પડવાનું જ છે. રોજબરોજના જીવનમાં બાળકને પૈસાનું મહત્વ કેવી રીતે શીખવવું તેના સૂચન: (૧) નર્સરી અને બાલમંદિરમાં જતા બાળકો (૩ થી ૬ વર્ષના બાળકો) હેતુ : બાળકને 'સિક્કા' અને 'ચલણી નોટો'નું મહત્વ ખબર પડવી જોઈએ. બાળકને સિક્કા અને ચલણી નોટો ગણતાં શીખવવું. પાંચ વર્ષની ઉંમર પછી બાળકને પૈસાનો વિનિમય કરવાની ક્ષમતા કેળવવી. કેવી રીતે : બાળકને પિગી બેંક (પૈસા સાચવવાનો ગલ્લો) આપો . તમને જયારે જયારે પરચુરણ (સિક્કા કે નાની રકમની ચલણી નોટ) મળે ત્યારે ત્યારે તેમને તેમના ગલ્લામાં મુકવા આપો. દર અઠવાડિયે કે મહીને તે પૈસા ગણવાનું કહો. તેમને જે કંઈ જોઈએ- જેમકે ચોકલેટ કે નાસ્તો વગેરે- તે આ પૈસા માંથી ખરીદવાનું શીખવો કે જેથી તે પૈસા થી ચીજ વસ્તુ ખરીદવાનું શીખશે, તેને તે વસ્તુનું મુલ્ય ગણતા શીખવો અને તે દ્વારા દુકાનદાર સાથે સાચી રીતે પૈસાની આપ-લે કરતા શીખશે . (૨) ધોરણ ૧ થી ૫ (ઉંમર ૬ થી ૧૦ વર્ષ) હેતુ: બાળકને તેમની 'જરૂરત' (need) અને 'ઇચ્છાઓ' (want) નો તફાવત સમજાવવો તથા બચત વિષે ખ્યાલ (Concept) આપવો. બાળકને કમાણી વિષેનો ખ્યાલ શીખવવો. બાળક ને મોડેથી થતી પરિતૃપ્તિ વિષેનો ખ્યાલ આપવો. બાળકોમાં એવા વિચારો ચાલતા હોય છે કે તેમને જે કઈ મેળવવાની ઈચ્છા થાય તે જ તેમની જરૂરિયાત છે, તે વખતે એ ખુબજ જરૂરી છે કે તેઓ તેમની જરૂરત અને ઇચ્છાઓ વચ્ચેનો તફાવત આ ઉંમર થી જ સમજે, તે તેમની ધન સંબધી શિક્ષણ માટે આવશ્યક છે. આ અત્યંત મહત્વપૂર્ણ શિક્ષણ તેમને જીવનમાં આગળ જતા ધન સંબંધી સારી ટેવોના સર્જનમાં મદદ કરશે . કેવી રીતે : બાળકોને શીખવો કે તેમની ખોરાકની વસ્તુઓ ,પુસ્તકો અને શાળાની ફી તે તેમની જરૂરત છે અને તે તેમના વાલી પૂરી કરશે, પરંતુ ચોકલેટ, આઈસ્ક્રીમ કે રમકડા અને મોબાઈલ વગેરે તેમની ઇચ્છાઓ છે અને તે માટે તેમને કમાવું અને બચત કરવી જરૂરી છે. બાળકને તેમની ઇચ્છાઓની પૂર્તિ માટે પૈસા ચુકવવા દો અને તેથી તેઓ પૈસાનું મુલ્ય અને પૈસાની વ્યવસ્થા કરવાનું શીખશે. તેમની ઇચ્છાઓ સંતોષવા માટે તેમને આપવામાં આવતા ખિસ્સા ખર્ચ માંથી બચત કરતા શીખવો. તેમને તેમની મોંઘી ઇચ્છાઓ સંતોષવા માટે તેમને કમાણી કરાવી જોઈએ અને તે માટે તે જે કામ સરળતાથી નથી કરી શકતા જેવા કે ઘરના કાર્યોમાં મદદ કરવી, તેમનો રૂમ અને ઘર ચોખ્ખું રાખવું, તેમનું શૈક્ષણિક ઘરકામ સમયસર પૂરું કરવું વગેરે અને તે માટે તેમને પુરસ્કાર (Reward) આપો, તે પૈસાની બચત કરે અને તે એટલા પૈસા બચાવે કે તે તેની ઈચ્છાની વસ્તુ મેળવી શકે. આ શિક્ષણ તેમને જયારે તેઓ અભ્યાસ માટે બહાર જાય ત્યારે તેમને તેમના જીવનમાં અનુશાસનબધ્ધ વ્યક્તિ બનાવશે . (૩) ધોરણ ૬ થી ૧૦ (ઉમર ૧૧ થી ૧૬ વર્ષ) હેતુ: આ ઉંમરે બાળકને 'બચત' અને 'રોકાણ' વચ્ચે શું તફાવત છે તેની ખબર હોવી જોઈએ. આ બાળકોને બેંકમાં થતી લેવડ દેવડ (કાર્યવાહી) વિષે સાદી સમજ હોવી જોઈએ. બાળકને સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચે શું તફાવત છે તે ખબર હોવી જોઈએ. જયારે બાળક બીજા શહેર કે ગામમાં જાય ત્યારે તે બેંક સાથેના બધા વ્યવહાર કરી શકતો હોવો જોઈએ અને આજ ઉંમર છે કે તે તેણે તે કરતા શીખવું જોઈએ. કેવી રીતે : તમારા બેંક સાથેના વ્યવહારમાં તેને સામેલ કરો .બાળકને પૈસા ભરવાની સ્લીપ ભરતા શીખવો , તેણે ચેક કઈ રીતે લખવો તેમજ બેંક માંથી પૈસા કેવી રીતે ઉપાડવા તે શીખવો. એક વખત બાળક ૧૨ વર્ષનું થઇ જાય એટલે તેના નામનું બેંકમાં ખાતું ખોલાવો. બેંકના સ્ટેટમેન્ટ /પાસબુક કેવી રીતે વાંચવી તે શીખવો તેમજ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વિષે સમજ આપો. તેમને પૈસા ઘરે રાખીએ, સેવિંગ એકાઉન્ટમાં મુકીએ અને ફીક્ષડ ડીપોઝીટમાં રોકાણ કરીએ તે વિષેનો તફાવત સમજાવો. જો તમે તેણે પોકેટ મની આપતા હો તો તેનું રીકરીંગ ડીપોઝીટ એકાઉન્ટ ચાલુ કરાવો અને તેમાંથી થોડો ભાગ ડીપોઝીટ કરતા શીખવો .આ ટેવ તેને અનુશાસન બધ્ધ નિવેશક (investor) થવામાં મદદ કરશે . જયારે પણ તેમને કોઈ કિંમતી લક્ઝરી ચીજ વસ્તુ ખરીદવાની ઇચ્છા થાય તો તેમણે રોકેલ પૈસા માંથી ખરીદ કરવામાં સપોર્ટ કરો, આ તેમને લાંબા ગાળાના સંતોષ અને કિમંતી ચીજ વસ્તુ ખરીદવા માટે નાણાકીય આયોજન કરતા શીખવશે. જો તમે બેંકનો ઓન લાઈન વ્યવહાર કરતા હોય તો તે પણ શીખવો. તેને ડેબીટ કાર્ડ અને ક્રેડીટ કાર્ડનો તફાવત સમજાવો અને તે પણ વિવેકથી વાપરતા શીખવો. (૪) સેકન્ડરી વિભાગ ને કોલેજમાં ભણતા બાળકો (ઉમર ૧૭ થી ૨૨ વર્ષ) હેતુ : આ ઉંમરના બાળકોને 'પૈસાના રોકાણ' કરવામાં કયા વિકલ્પો મળે છે તેની ખબર હોવી જોઈએ. આ બાળકોને વીમા વિષેની સમજ હોવી જોઈએ. આ બાળકોને પૈસા ઉધાર લઇ શકાય તેનો ખ્યાલ અને સમજ હોવી જોઈએ. આ ઉંમરના બાળકો શહેર કે ગામ બહાર અથવા દેશ છોડીને વધુ અભ્યાસ માટે જતા હોય છે તો તે વિશ્વાસ સાથે બહારની દુનિયાનો સામનો કરી શકે તે રીતે તૈયાર હોવા જોઈએ. કેવી રીતે : જયારે પણ તમે બેંકના રિલેસનશીપ મેનેજર ને કે શેર બ્રોકર કે વીમા એજન્ટને મળો ત્યારે તેને હાજર રાખો અને તેને પ્રશ્નો પુછવા દો . જો તમે પૈસા વિષે કોઈપણ પ્રવચન કે સેમીનારમાં હાજરી આપો તો તેને સાથે લઇ જાવ. તમારા બાળકને પૈસા ઉધાર લેવાના ફાયદા ને ગેરફાયદા સમજાવો, તેમજ જે પૈસા ઉધાર લે છે તેની જવાબદારી જેવી કે વ્યાજ નિયમિત આપવું તેમજ પૈસા નક્કી થયેલ મુદતે પાછા આપવા વિગેરે. જયારે તમારું બાળક કોઈ કિમંતી ચીજ વસ્તુ ખરીદવાની ઈચ્છા કરે તો તે સમયે તેને તમારી પાસેથી લોન લેવાની તક આપો અને તેને નિયમિત ચુકવણીનું ટાઇમ ટેબલ તૈયાર કરવામાં મદદ કરો અને જો તે તે પ્રમાણે કરે અથવા વ્હેલી ચુકવણી કરે તો તેને ખાસ પુરસ્કાર આપો. તમારા બાળકને પૈસાના રોકાણના બીજા વિકલ્પો વિષે સમજ આપો. તમે શેર મારકેટમાં જે રોકાણ કરો છો તેમાં તેને સામેલ કરો. તેજ રીતે મ્યુચ્યુઅલ ફંડ, રીયલ એસ્ટેટ કે સોના ચાંદીની ખરીદીની પ્રક્રિયામાં પણ સામેલ કરો. તેમને શેરની કે ફંડની ખરીદીના ફૉર્મ વગેરે ભરવા દો, તેમજ ઓનલાઈન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયામાં પણ સામેલ કરો. આ વિચાર પ્રક્રિયાને વેગ આપવા એમને થોડી મૂડી આપો, એ તેમના ખાતામાં ભેગી થયેલ બચત પણ હોઈ શકે કે જેથી તે તેમની ઈચ્છા પ્રમાણે રોકાણ કરે. તેમને સ્વ-અનુભવથી શીખવા દો .પરિણામ સારું હોય તો તેમને પુરસ્કાર પણ આપો. તેમને તેમના ખર્ચનો હિસાબ પણ નિયમિત રીતે લખવાને પ્રોત્સાહિત કરો. આ ટેવ જયારે તે અભ્યાસ માટે બહાર જાય ત્યારે તેમનું બજેટ તૈયાર કરવામાં મદદરૂપ બનશે. તમારા બાળકને તમારા કરેલ રોકાણ, તમારી વિમાની પોલીસી તેમજ તમારા કરેલ દેવા વિષે માહિતગાર રાખો. પૈસાકીય જ્ઞાન આપવાના ઘણા સૌથી સારા રસ્તામાંનો એક રસ્તો એ છે કે ત્રણ બચતના ડબ્બા કે પિગી બેંક આપવાનો છે. જયારે પણ તમે તેણે પોકેટ મની કે પૈસા ભેટ આપો ત્યારે તેમને તે પૈસાના ત્રણ ભાગ પાડે અને તે દરેક ડબ્બામાં કે પીગી બેંકમાં થોડા થોડા પૈસા મુકે.
  • ૧લો ડબ્બો છે તેનું લેબલ “આનંદ” એમાં મુકેલ પૈસા બાળક જયારે અને જે રીતે તેમની ઈચ્છા મુજબ વાપરી શકે છે, તે તેમના આનંદ માટે છે. ૨જો ડબ્બો છે તેનું લેબલ છે “રોકાણ” એમાં મુકેલા પૈસા બહુજ કિમંતી વસ્તુની ખરીદી માટેજ વાપરવાના છે અને તે પૈસા વધુ ઝડપથી વૃદ્ધિ પામે તે રીતે રોકાણ કરવાનું છે. ૩ જો ડબ્બો છે તેનું લેબલ “ચેરીટી” એટલે કે પરોપકાર. આમાં મુકેલ પૈસા ફક્ત અને ફક્ત બીજાના ફાયદા માટે વાપરવાના છે.
આપણે જે કાંઈ મેળવીએ છીએ તેમાંથી સમાજને પાછું આપવાનું છે, તેવી ભાવના કેળવવાનો છે. બાળકને ધાર્મિક જગ્યા સિવાય ક્યાં-ક્યાં પૈસા દાન કરી શકાય તેની તક શોધવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. તેઓ અનાથ આશ્રમ , આંગણવાડી, દિવ્યાંગ બાળકોની શાળા, કે વૃદ્ધાશ્રમની મુલાકાત લઇ શકે . આ રીતે તેઓ પૈસાનું મુલ્ય સમજે અને પૈસા આપવાનો આનંદ લઇ શકે તેમજ બાળક વિનયી, સંવેદનશીલ, ઉત્તમ વ્યક્તિ અને આદર્શ નાગરિક બને તે આશય છે.
તેમને સારા કાર્ય માટે બીજા પાસે થી પૈસા માંગતા પણ શીખવો. દાનની શરૂઆત પોતાનાથી થાય તે પણ શીખવો. તેમને દાન-પરોપકાર માટે ખાસ પૈસા પણ આપો. તમારા બાળકને આ બધું તમારા સિવાય કોઈ નહિ શીખવી શકે. શાળા કોલેજ તેમને વ્યવહારુ શિક્ષણ આપશે જે તેને પૈસા કેમ કમાવા તે શીખવશે પરંતુ તમે તેને તે પૈસા કઈ રીતે બચત કરવી, તે બચતનું રોકાણ ક્યાં કરવું, અને તે પૈસા દાન પરોપકાર માટે પણ વાપરી શકાય તે શીખવશો. જો તમે આમ કરશો તો આ હરીફાઈના જમાનામાં બાળક ફક્ત ટકી જ નહિ જાય પરંતુ સફળતા પ્રાપ્ત કરશે. આ શિક્ષણ તમારી દીકરી માટે પણ ખુબજ જરૂરી છે. એવું જોવામાં આવ્યું છે કે દીકરી લગ્ન પહેલાં મા-બાપ કે ભાઈ પર આધારિત હોય છે અને લગ્ન પછી એના પતિ પર આધારિત હોય છે અને ત્યારબાદ તેમના સંતાનો પર આધારિત હોય છે. હાલમાં મોટા ભાગની સ્ત્રીઓ કામ કરતી હોય છે અને કમાતી પણ હોય છે .બાળપણ થીજ તેમને તેમના પૈસાનું આયોજન કરતા શીખવો. તેને પૈસા બચત કરતા અને રોકાણ તેની જાતે કરવા દો. તેને આર્થિક નાણાંકીય વિષયમાં નિષ્ણાંત બનાવો કે જેથી એક દિવસ તેનો પતિ અને તે, નાણાંકીય આયોજનમાં એક બીજાના પુરક બને. Source : Dr. Suhas S. Shah

Post a Comment

Previous Post Next Post