"શા માટે iWatchની જાહેરાતોમાં બતાવે છે 10:09 નો ટાઈમ?"

ઘડિયાળ બનાવતી કંપનીઓ ડિસ્પ્લે પર હંમેશા 10:10 સમય બતાવે છે. સાથે સાથે ટોપમાં 12ની નીચે કંપનીનો લોગો હોય છે. કંપનીઓએ આ સમય વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે પસંદ કર્યો છે. પરંતુ એપ્પલ પોતાની વોચ કે પ્રોડક્ટના પ્રમોશનમાં બધા કરતા અલગ સમય ડિસ્પ્લે કરે છે
બધા એમ માનતા હશે કે આ એપ્પલની ભુલ હોઇ શકે પરંતુ તેના પાછળનુ કારણ એ છે કે વર્ષ 2007માં સ્ટિવ જોબ્સે 9:41 વાગ્યે પહેલા આઇફોન નું પ્રમોશન કર્યું હતું, તેથી તેમાં 9.41નો સમય બતાવતી. તો શા માટે 10:09 સમય રાખે છે? કંપનીના માનવા પ્રમાણે વર્ષોથી ચાલતા આવતા ટ્રેડિશનને તોડી એક નવો રસ્તો બનાવવા માંગે છે.
કેટલીક જાણીતી વોચમેકર કંપનીઓ પણ પોતાની પ્રોડક્ટના પ્રમોશનમાં એક યુનિક સમય ડિસ્પ્લે કરે છે જેવી કે રોલેકસ લવ્સ 10:10:31, ટેગહ્યુવર 10:10:37 અને બેલ અને રોઝ હંમેશા 10:10:10 સમય રાખે છે ટાઇમેક્સ પણ 10:10 થી હટીને પ્રમોશનમાં 10:09:36 ડિસ્પ્લે કરે છે.
એપ્પલ પણ ટાઇમેક્સ કંપનીની જેમ પોતાની વોચમાં અલગ સમય રાખવા માંગે છે. અને 10:09:00 અથવા 10:09:30 ચોક્કસ સમય દર્શાવે છે. જો કે આ બન્ને સમય એપ્પલને અપનાવ્યા છે. એપ્પલના આ પગલાથી સ્માર્ટવોચ બજારમાં એક અલગ છાપ ઉભી થઇ છે. એપ્પલે વર્ષો જુના ટ્રેડિશનને સાઇડ કરીને એક નવો રસ્તો અપનાવ્યો છે. એપ્પલ, રોલોક્સ, TAG Heuerના અલગ અલગ સમયનુ રહસ્ય
સૌજન્યદિવ્ય ભાસ્કર
Post a Comment