તમાકુ, દારૂ અને કેરી ત્રણ મરદના વેરી

 માનવ જાતની પાછળ પડેલા બે વ્યસન તેના અત્યંત વેરી છે. દારૂ કે તમાકુ કોઈ પણ પ્રમાણમાં સારા નથી. બિચારી કેરી એટલે વગોવાઈ ગઈ કે લોકો જેને પોસાય છે તે કેરી ‘ખાતા’ નથી- ‘ઝાપટે’ છે. આફુસ કેરી એક જ ખાવી બસ છે. મહુવાની જમાદાર કેરી આખા દિવસમા બે નંગ બસ છે. અને દારૂની તે વાત કરીએ તો કોઈપણ પ્રમાણમાં સારો નથી. તે મરદનો વેરી છે પણ હવે, મુંબઈ, કલકતા અને અમદાવાદમાં તો સ્ત્રીઓ પણ દારૂ પીવા માંડી છે.
female smoker

મેં મહુવામાં જોયું કે શેરી સાફ કરનારી બાઈઓ બીડી પીતી હતી અને તમાકુ ચોળીને ખાતી હતી. તમાકુ તો જાણે માનવજાતની પાછળ પડી છે.


મહારાષ્ટ્ર સરકારે તમાકુ-સિગારેટ ઉપર પ્રતિબંધ મુકયો છે. પણ તે માત્ર નામનો છે. મોટે ભાગે 75 ટકા પોલીસને પણ સિગારેટ કે તમાકુ વગર ચાલતું નથી. મુંબઈમાં પ્રતિબંધની હાંસી કરી તેમ તમાકુ, સિગારેટ વેચાય છે. સિગારેટ પણ મળે છે.
તમાકુના દૂષણ વિશે અનેક કહેવતો લખાઈ છે. એક કહેવત તમને યાદ રહી જાય તેવી છે:-ખાય એનો ખૂણો, પીવે અનું ઘર અને, સુંઘે તેનાં કપડાં-ત્રણેય બરાબર!

તમાકુ અનેક રીતે વપરાય છે. મારા પિતા શિક્ષક હતા. ગૃહજીવન કલેશવાળુ હતું. તે તમાકુ સુંઘતા, જુવાનીમા સિગારેટ પીતા અને પછી સૌરાષ્ટ્રમાં બ્રાહ્મણો તમાકુને ચુનામાં મસળીને ખાય છે તે રીતે ખાતા.
મસળેલી તમાકુ તેનો ભોકતા એકલો ખાતો નથી તમાકુ મસળીને બીજા ત્રણ જણને આપે છે! તમાકુ માનવજાત પાછળ પડી છે કે માનવ જ તમાકુ પાછળ પડ્યો છે તે વાત તમારે નક્કી કરવાની.
Tobacco bidi
આજે મેં જોયુ છે કે મોટા શહેરોમાં ભણેલી ‘ગણેલી’ સ્ત્રી ફેશન ખાતર દારૂ પીવા માંડી છે. દારૂનાં શોખીનો કે તેના સંકજામા આવેલા કહે છે કે એક-બે પેગ દારૂના ‘ઔષધ’નું કામ કરે છે! આ લંગડો અને મુર્ખાઈ ભર્યો બચાવ છે. દારૂ, વાઈન, વ્હીસ્કી કે કોઈપણ સ્વરૂપમા કે પ્રમાણમાં સારો નથી. કદાચ ગૌમૂત્ર પીવું ઔષધરૂપ છે પણ બ્રાન્ડી કે વ્હીસ્કી એ વિદેશી-મૂતર છે! કોઈ પણ પ્રમાણમાં સારું નથી- હા ફરી ફરી લખુ છું કે વ્હીસ્કી એ વિદેશી મૂત્ર છે.

એક અંગ્રેજી અખબારના આંકડા છે કે દર વર્ષે ભારતમાં 25 લાખ મરણો દારૂના વ્યસન થકી થાય છે. ધેર ઈઝ નો સેઈફ લેવલ- અર્થાત કોઈપણ પ્રમાણમાં દારૂ સારો નથી. અને સ્ત્રીઓ માટે તો બિલકુલ સારો નથી. થોડા સમયમાં તે વાંઝણી બની જાય છે કે ગર્ભાશય બગડી જાય છે. ‘લાન્સેટ’ નામના અમેરિકન મેગેઝિને ચેતવણી ઉચ્ચારી છે કે કોઈપણ પ્રમાણમાં દારૂ સારો નથી. મરદના એ વેરીને પેટમાં પધરાવવો તે ઈશ્વરનું અપમાન છે.
બસમાં કે કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તમાકુવાળુ પાન ખાનારા કે પાન- મસાલા- તમાકુ ખનારાને ચડવા દેવા ન જોઈએ તેમ સંજના રાવે ઝુંબેશ ઉપાડી છે. સૌરાષ્ટ્રવાસી આ તમાકુવાળું- મસાલા- પાન ખાનારા સૌથી વધુ ‘ગુનેગાર’ છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પાનની દુકાનો હોય છે. રેસ્ટોરાંમા નાસ્તો કરી કે હોટેલ કે લોજનું ખાઈને 70 ટકા લોકો તમાકુવાળું પાન ચાવવા જાય છે. સૌરાષ્ટ્રમા તો ‘મોબાઈલ પાનની’ દુકાનો છે. બ્રિટનમા સ્ત્રીઓ તો ક્યારની દારૂ પીવા માંડી છે ત્યાં માલુમ પડ્યું
Whiski , bear
છે કે જગતભરમાં 2.8 કરોડ લોકો તમાકુના સેવનથી કેન્સરના ઘરાક થાય છે. દારૂ વેચનારા તો માનવની તબિયત બગાડી તેને મુરખ બનાવે છે અને કહે છે કે ‘એ ગ્લાસ ઓફ રેડવાઈન ડાયાબીટીસ કે હૃદયરોગ માટે સારો છે!

ગાર્ડિયન’ નામના લંડનના દૈનિકે 23 ઓગસ્ટ, 2018ના લખ્યુ છે કે જગતભરમા 27.7 ટકા જેટલી સ્ત્રીઓના મૃત્યુ શરાબથી થાય છે- એટલે કે તેને કેન્સર ગ્રસીત છે. યુરોપમાં 18.9 ટકા પુરુષોને શરાબ થકી કેન્સર થયું છે. મુંબઈનાં એક અંગ્રેજી દૈનિકે પેરીસમાં થયેલા અભ્યાસ પ્રમાણે- દિવસમાં તમે માત્ર એક જ ગ્લાસ વ્હીસ્કી કે બ્રાન્ડી પીવો તે પણ સલામત નથી. જગતભરમાં આલ્કોહોલ વેચનારાની પણ વગવાળી લોબી છે. માત્ર ઈગ્લેંડમાં જ લોકો ‘માપસર’ દારૂ પીવો તેમ માને છે તેનાથી પણ વર્ષે દારૂ પીનારા 13 અબજ પાઉન્ડ (રૂ. 1040 અબજ) ગુમાવે છે.

સૌરાષ્ટ્રમા ‘માવા’ વાળું પાન કે ‘ચટણી’ વાળા પાનના નામો પણ હોય છે! પાનામાં તમાકુવાળું કીમામ વપરાય છે. પાછા દરેકના નંબર હોય છે! 90, 120, 135, 300 વગેરે આ બધા કીમામના નંબરો છે. દરેક 100 ડગલે પાનની નંબર પ્રમાણે તેનો નશો છે. બધા જ નંબરો ખતરનાક છે. સૌરાષ્ટ્રમા પાન મસાલાનું વેચાણ એક જમાનામાં રૂ. 19255 કરોડનું હતું. ગુટકા અને તમાકુ ઉપર મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરળ અને બિહારમા પ્રતિબંધ છે પણ તે પ્રતિબંધો માત્ર કાગળ ઉપર જ રહ્યા છે.

સૌરાષ્ટ્રના મહુવા શહેરમા પાનવાળા જે તમાકુવાળા પાન વેચે છે તેના નશા ને કડકાઈ મુજબના નામો પાડ્યા છે. હેવન ‘મનસુરી,’ ‘દીલખુશ’ વગેરે સુગંધી તમાકુના નામો હોય છે. તમાકુ જે જબ્બર પ્રમાણમાં બીડી સિગારેટમાં વપરાય છે તેમા ભલભલા લોકો તમાકુના ભોગી-રોગી બનીને તે લોકોએ અકાળે મૃત્યુને નોતર્યા છે. 2008માં આંકડો કઢાયો તો ભારતમાં 12 કરોડ લોકો સિગારેટ કે બીડી કે ચીલમ કે તમાકુ સુધી પીવે છે અને મોતને નોતરે છે. તમાકુ-સિગારેટના વ્યસન ઉપર લખવું તે મહાભારત કરતા વધું વિરાટ કામ છે. એટલે અહીં મારે અટકવું પડે છે. સિગારેટ ભારત અને દુનિયાનો વહાલો દુશ્મન છે. તે મિત્ર બનીને તમારો આખરે દુશ્મન બને છે.

Post a Comment

Previous Post Next Post