ભારતમાં 30% નાના ઉદ્યોગો 4 વર્ષથી વધુ જુના કોમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યા છે
- જૂના પીસીનો ઉપયોગ કરવાથી વાર્ષિક રૂ. 93,500નો બોજ પડે છે
- એસએમઈ પાસે નવા પીસીની ખરીદી માટેનું ભંડોળ પણ નથી હોતું.
![]() |
Old PC |
માઈક્રોસોફ્ટ અને ઈન્ટેલ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના એક સરવેમાં જણાયું હતું કે ભારતમાં 30% માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (એસએમઈ) ચાર વર્ષથી જૂના પર્સનલ કમ્પ્યુટર્સ (પીસી)નો ઉપયોગ કરી રહ્યા છે. પીસી એક વખત ચાર વર્ષ જૂના થાય એટલે રિપેરિંગ, મેઈન્ટેનન્સ અને ઉત્પાદક્તામાં નુકસાનના સંદર્ભમાં તેનો વપરાશ ખર્ચ નોંધપાત્ર રીતે વધે છે, જે પ્રતિ વર્ષ અંદાજે રૂ. 93,500 જેટલો થાય છે. જૂના પીસીના વપરાશનો ખર્ચ અનેક નવા પીસીના ખર્ચ જેટલો આવે છે, કારણ કે ટેક્નોલોજીની આગેકૂચ સાથે નવા પીસી ઝડપી બને છે, તેની કમ્પ્યુટિંગ ક્ષમતા વધે છે અને તે ઓછા ખર્ચાળ બને છે.
નાના ઉદ્યોગકારો નવા પીસી ખરીદતા ખચકાય છે
સરવેમાં એમ પણ જણાયું કે એસએમઈ નવા પીસી ખરીદતા ખચકાય છે, કારણ કે તેમનું માનવું છે કે તેઓ હાલ જે એપ્લિકેશન્સનો ઉપયોગ કરે છે તે કદાચ અપગ્રેડ કરાયેલા પીસી પર કામ નહીં કરે અને તેમની પાસે નવા પીસીની ખરીદી માટેનું ભંડોળ પણ નથી હોતું. એસએમઈ માલિકો મોટાભાગે ટૂંકાગાળાના ખર્ચ પર ધ્યાન કેન્દ્રીત કરે છે, મોટાભાગના કિસ્સામાં તેમનું આ વલણ સાચું હોય છે, પરંતુ કેટલીક વખત તે એવી પરિસ્થિતિ પેદા કરી શકે છે, જે વધુ ખર્ચાળ બની શકે છે.
જુના પીસીના વપરાશ ખર્ચમાં એક નવું કમ્પ્યુટર આવી શકે
માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના ડિવાઈસીસના ગ્રૂપ ડિરેક્ટર ફરહાન હકે જણાવ્યું હતું કે, પીસીનો વપરાશ એક એવી બાબત છે, જેમાં જૂના પીસીના વપરાશ માટેનો ખર્ચ નવા પીસી ખરીદવાના ખર્ચ કરતાં વધુ થાય છે. તમામ વ્યવસાયોની જેમ એસએમઈ વ્યાવસાયિક વૃદ્ધિ, કાર્યબળની ઉત્પાદક્તા અને નફાકારક્તામાં વૃદ્ધિને સૌથી વધુ પ્રાથમિક્તા આપે છે. એસએમઈમાં વેચાણ, માર્કેટિંગ, કામગીરી, નાણાકીય બાબતો અને કસ્ટમર સપોર્ટની બાબતમાં ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવે છે અને તે એસએમઈને તેમની વ્યાવસાયિક અગ્રતાઓનો ઉકેલ લાવવામાં પણ મદદરૂપ થાય છે.
એસએમઈ એકાઉન્ટિંગ, ડિજિટલ સોદા સહિતના કામ માટે પીસી પર નિર્ભર

Post a Comment