આજે શાંતિ કેમ નથી???

સૌને  આજે શાંતિ  કેમ નથી ?


આજથી  25 વર્ષ  પહેલાં,

(1) બાળકો  નાં શિક્ષણખર્ચ  સામાન્ય  હતા. આજે   બાલમંદિર  ની વાર્ષીક ફી જ  60 હજાર થી વધુ  છે.

(2) ટીવી  ખરીદી  ને 15 વર્ષો  વાપરતા.  આજે ચેનલ ના ખર્ચ  વધ્યા  તથા HD ટીવી,  સ્માર્ટ  ટીવી  ના ખર્ચ  વધ્યા.  4 - 5 વર્ષ ટીવી વાપરતા નવું   ટીવી લેવાની  *માનસિક*  જરૂર  વરતાય છે. 

(3) બાઇક ન હતા. વિમાનો નો ખર્ચ  ન હતો. પેટ્રોલ  ખર્ચ  ન હતા. મેન્ટેનન્સ  ખર્ચ  ન હતા.
8 - 10 વર્ષ  બાદ ઘરમાં એક બાઈક લેવા ની ઇચ્છા થતી ..  એવામાં બાળકો  માટે  તો અલગ બાઈક લેવાની તો  કલ્પના  જ ન થાય.

(4) ફોર વ્હીલર  ગાડી તો ગામ માં  સૌથી પૈસાદાર પાસે માંડ હોય.  આજે 10 લાખ  ની ગાડી માં  15 વર્ષ  સુધી  મા  પેટ્રોલ  +  વિમો +  સવિઁસ  + એકસીડન્ટ કોસ્ટ નો  બીજો ખર્ચ  5 -7 લાખ થાય.

(5)  વાહનો વધવાથી  ચાલવાનું  ઘટી જતાં  બધા ના શરીર ભારે થયા.
પગ ના , ઘુંટણ ના ઘસારા ના  તથા મેડિકલ ના ખર્ચ  ખુબ  વધ્યા .. પરંપરાગત યોગાસન ને બદલે જીમ માં જવાની ફેશન આવી.. 

(6) નિતનવા લેટેસ્ટ મોબાઇલ નાં ખર્ચ  +  રીચાર્જ + ઇન્ટરનેટ  ના ખર્ચ  વધ્યા.  દર   વર્ષે  નવો મોબાઇલ લેવાની  ની જરૂરીયાત  લાગે.  બાળકો  નાં મોબાઇલ  નાં ખર્ચ  તો ખુબ જ  ભારે

(7) મકાન  જરૂરીયાત  માટે  હતાં . જ્યારે આજે   મોટા મકાન  દેખાદેખી  કરવા માટે  જરૂરી   થઇ  ગયા હોય એવું  લાગે છે.
4 જણ ઘરમાં
5 બેડરૂમ નો ફ્લેટ... અને 6 કામવાળા...



(8) લગ્ન  પ્રસંગે  ધુમ ખર્ચ  કરવા નો એટલે કરવાનો જ
ભલે ને પછી દેવું  થાય....
પાછું લગ્ન ટકશે કે નહીં એ તો રામ જાણે..
શું આ બધા ભપકા અને આડંબર વિના બાળકો ના સબંધ ન થાય  ?
વર્ષો  પહેલાં  નોકરી  કરવા ગયેલો માણસ સાંજે  પરત ફરતો ત્યારે ઘરમાં આનંદદાયી વાતાવરણ મળતું.
આજે રાત્રે  પરત આવે છે ત્યારે ???
બધા પોતાનામાં જ મસ્ત...
  
ફકત બે વિનંતી  કરું છું
(1) કમાઈ ને ઘેર આવેલા  વ્યક્તિ  ને શાંતિ ની ખુબ જરૂર હોય છે. તો ઘર નો માહોલ  શાંત રાખજો ..

(2) અને આપણી આસપાસ જો કોઇ  વ્યક્તિ  ઉપર દર્શાવેલા  મુજબ  ની ચીજ વસ્તુ  વિના સાદગીભર્યું  જીવન  જીવતો હોય તો  તેને ઉતરતી કક્ષાનો ન ગણતા સંત ગણજો.

"તમે આજૈ પૈસા બચાવશો તો આજ પૈસો તમને
કાલે અચાનક આવનાર  મુશ્કેલી થી બચાવશે".
બીજા ના ભપકા જોઈને પોતાના પરીવાર ની જીવનશૈલી નક્કી ન કરો
આવક  કરતાં  વધુ  ખર્ચ  કરનાર  સમાજ  માં  ક્યારેય  સન્માન  પામતો જ  નથી !!

Post a Comment

Previous Post Next Post