ગરીબોની બદામ કાજુ અને અખરોટ....

માંડવી 
સિંગ ગરીબોની બદામ ગણાય છે. તેમાં વિટામિન ઈ, ફોલેટ, નિઆસીન, મેંગેનિઝ અને પ્રોટીન
ભરપૂર પ્રમાણમાં છે.
⬛ તેમાં આવેલું એન્ટીઓક્સિડન્ટ હાર્ટના રોગો ઓછા કરવામાં ઉપયોગી છે.
⬛ તેમાં મોનોસેચ્યુટેટેડ ફેટ છે, જે સારી છે અને શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલ (LDL) ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

⬛ સિંગમાં કેલ્શિયમ અને વિટામિન ‘ડી’ આવેલાં છે. જેનાથી હાડકાં ે અને દાંત પણ મજબૂત રહે છે. મોટી
ઉમરે થતાં ઓ ં સ્ટિઓપોરોસીસને દૂર રાખી શકાય છે.
⬛ અહી ં ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે કે સિંગમાં ‘ફેટ’નું પ્રમાણ વધુ છે માટે ં વધુ પડતી સિંગ ખાવાથી વજન વધી શકે છે. 
Sesame
તલ : 100 ગ્રામ તલમાં 583 કેલેરી આવેલી છે.
તેમાં વધુ પડતી ‘ફેટ’ છે, પરંતુ તેમાં મિનરલ્સ,
એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ ભરપૂર છે.
⬛ તલમાં આવેલી ‘ફેટ’ પણ શરીરમાં ખરાબ
કોલેસ્ટેરોલને ઓછું કરવામાં મદદરૂપ થાય છે અને
સારા કોલેસ્ટેરોલને વધારી હાર્ટના રોગો સામે રક્ષણ
આપે છે.
⬛ તેમાં પ્રોટીન ભરપૂર છે. તેમાં આવેલ ‘એમિનો એસિડ’ બાળકોના શારીરિક અને
માનસિક વિકાસ માટે ખૂબ જરૂરી છે. 100 ગ્રામ તલમાં 18% પ્રોટીન આવેલું છે.
⬛ તેમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર છે. ખાસ કરીને તેમાં બી-કોમ્પ્લેક્સ, ઉપરાંત વિટામિન જેવા કે નિયાસિન, ફોલિક એસિડ (થીઆમિન, વિટામિન ‘બી1’), વિટામિન ‘બી6’ અને રિબોફ્લોવિન ભરપૂર
પ્રમાણમાં આવેલાં છે.
⬛ તેમાં ફોલિક એસિડ ભરપૂર છે. જ્યારે તે પ્ગરે્નન્સીમાં ખાવામાં આવે તો બાળક માટે મદદરૂપ થાય છે.
⬛ તલમાં કેલ્શિયમ, આયર્ન, મેંગેનિઝ, ઝિંક, મેગ્નેશિયમ અને સિલેનિયમ ભરપૂર આવેલાં છે. આ વિટામિનથી હાડકાં મજબૂત થાય છે. શરીરમાં ‘રેડ સેલ’ વધુ બને છે. હોર્મોન વધુ બને છે અને હાર્ટના
રોગોથી દૂર રહેવાય છે.

⬛ સિંગ ફાઇબર્સથી ભરપૂર છે. તેના લીધે કબજિયાત દૂર થાય છે. રેગ્યુલર સિંગ (પ્રમાણસર 1 મુઠી) ખાવાથી કોલોન કેન્સર થવાના ચાન્સ ઘટી જાય છે. વળી, તેનાથી ગોલબ્લેડરમાં સ્ટોન થતા અટકે છે.



ગોળ
ગોળ : ગળપણ માટે ગોળથી ઉત્તમ કશું જ નથી. કેલેરી તો ખાંડ અને ગોળમાં સરખી જ આવેલી છે, પરંતુ ગોળ શરીર માટે વધુ ફાયદાકારક છે. અલબત્ત, વધુ પડતો ગોળ ખાવાથી વજન વધી શકે છે.
⬛ ગોળના સેવનથી શરીરમાં હીમોગ્લોબિનનો વધારો થાય છે અને શરીરમાં લોહી ચોખ્ખું થાય છે.
⬛ ખાંડમાં શરીરને શુદ્ધ કરવાના તત્ત્વો આવેલાં નથી, જ્યારે ગોળનો રસોઇમાં સમાવેશ કરવાથી ફેફસાં, પેટ, આંતરડાં વગેરે ચોખ્ખા થાય છે અને કબજિયાત પણ દૂર થાય છે અને આંતરડા અને પેટનાં રોગો જેવાં કે, એસિડિટી, ગેસ વગેરે દૂર રહે છે. ગોળમાં રહેલાં આ ગુણને લીધ જ આપણે ત ે ્યાં જમ્યા પછી થોડો ગોળ ખાવાનો રિવાજ બન્યો હશે.
⬛ ગોળ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. જ્યારે ખૂબ થાક લાગ્યો હોય ત્યારે જો થોડો ગોળ ખાઇ અને પાણી પી
લેવામાં આવે તો શરીરમાં શક્તિનો સંચાર થાય છે.
⬛ ગોળમાં મિનરલ્સ આવેલા છે. તે શરીરમાંથી ટોક્સિન્સને દૂર કરે છે. તેનું વધુ પડતું સેવન કરવાથી
વજન વધી શકે છે.

Post a Comment

Previous Post Next Post