પથ્થર પણ ખુદા થઇ જાય છે,..

પથ્થર પણ ખુદા થઇ જાય છે,
કેવળ શીશ ઝૂકયાની વાત છે!

એક સોપારી ગણેશ કહેવાય છે,
કેવળ શ્રદ્ધા ઉગ્યાની વાત છે!
Gazal

હરેક ક્ષણમાં જીવન ભરાય છે,
કેવળ ભીતરે પૂગ્યાની વાત છે!

નરી આંખે દેખ્યું ક્યાં મનાય છે?
કેવળ વિશ્વાસ તુટયાની વાત છે!

ક્ષણ ભરમાં સુલેહ થઇ જાય છે,
કેવળ જીદ મૂક્યાની વાત છે!

વહી ધનુષ વહી બાણ, પણ છતાં,
કાબે અર્જુન લૂંટિયાની વાત છે!

શું સંસાર કે શું સન્યાસ,
કેવળ ઈચ્છાઓ છૂટ્યાની વાત છે....

Post a Comment

Previous Post Next Post