સુરતી લોકોના મજા પડે એવા નામ છે...
તેમની અટક સાથે સીધેસીધા જોડાયેલા
તેઓના કોઈક બાપદાદાઓના કામ છે...
તેમની અટક સાથે સીધેસીધા જોડાયેલા
તેઓના કોઈક બાપદાદાઓના કામ છે...
યા તો તેઓ જે જગાએ જન્મીને મોટા થયા
એ બધાયે કસબાઓ ગલીઓ કે ગામ છે...
એ બધાયે કસબાઓ ગલીઓ કે ગામ છે...
તેમના કુટુંબમાં જે વરસોથી થતું હશે
એ બધું યે તેમના આ નામોમાં તમામ છે...
એ બધું યે તેમના આ નામોમાં તમામ છે...
સુરતી લોકોના મજા પડે એવા નામ છે...
વાનગીઓ ખાતાં ખાતાં , વાનગીઓ પીતાં પીતાં
વાનગીઓ ખાતાં ખાતાં , વાનગીઓ પીતાં પીતાં
ખાતાં ખાતાં,પીતાં પીતાં, ખાતાં પીતાં,ખાતાં પીતાં,
વાનગીઓ ખાતા પીતા, ગોળ ને મટોળ થતાં
જાડા પાડા શેઠીયાઓ ખાણીવાળી પીણીવાળી ને ખાધા
ખોરાકીવાળી તેમની અટક કેવી રાખે છે તે જાણો છો કે?
જાડા પાડા શેઠીયાઓ ખાણીવાળી પીણીવાળી ને ખાધા
ખોરાકીવાળી તેમની અટક કેવી રાખે છે તે જાણો છો કે?
તેલવાલા...ઘી વાલા
દૂધવાલા...દહીંવાલા
મલાઈવાલા...માખણવાલા બરફીવાલા... ઘારીવાલા
માવાવાલા...મેવાવાલા
મીઠાઈવાલા...પેંડાવાલા
શીંગવાલા...ચણાવાલા
મમરાવાલા...ભજીયાવાલા
પાતરાવાલા...ચેવડાવાલા
પાન ને મસાલાવાલા
મરચાવાલા...ગોટાવાલા
આ તો હજું કઈ નથી...
...આ તો હજું કઈ નથી...
ખાનારા ને પીનારા આ
સુરતી લોકોની સરનેઈમની જો યાદી બને
દૂધવાલા...દહીંવાલા
મલાઈવાલા...માખણવાલા બરફીવાલા... ઘારીવાલા
માવાવાલા...મેવાવાલા
મીઠાઈવાલા...પેંડાવાલા
શીંગવાલા...ચણાવાલા
મમરાવાલા...ભજીયાવાલા
પાતરાવાલા...ચેવડાવાલા
પાન ને મસાલાવાલા
મરચાવાલા...ગોટાવાલા
આ તો હજું કઈ નથી...
...આ તો હજું કઈ નથી...
ખાનારા ને પીનારા આ
સુરતી લોકોની સરનેઈમની જો યાદી બને
![]() |
વાલા અટક |
તેમાં તો તમોને દોસ્ત ભલભલી નવી જૂની
ખાવાની ને પીવાની ઘણી આઈટમોનું લીસ્ટ મળે
ખાવાની ને પીવાની ઘણી આઈટમોનું લીસ્ટ મળે
રવાવાલા... મેંદાવાલા
ખાજા ને સમોસાવાલા
ભેલવાલા...ભાજીવાલા
અનાજ ને તુવેરવાલા
રાઈવાલા...હીંગવાલા
ચોખાવાલા...એલચીવાલા
દાલવાલા...કઢીવાલા
ઘૂઘરાવાલા...નાનવાલા
રોટલીવાલા...શાકવાલા
બોરવાલા...દાડમવાલા
બરફવાલા...જીરાવાલા
દાણાવાલા...ઊંધીયાવાલા
શરબતવાલા...આઈસ્ક્રીમવાલા
ગોળવાલા...ખાંડવાલા
દારૂવાલા...તાડીવાલા
બીસ્કીટવાલા... હલવાવાલા
સોડાવાલા...કુલ્ફીવાલા
શેરડીવાલા...ફ્રુટવાલા
કેળા ને પપૈયાવાલા
ચા વાલા ને ફુદનાવાલા
ખાવાની ને પીવાની સરનેઈમવાળી આ યાદીઓ
સાચું કહું કોઈ દાડો અટકવાની નથી ને
પૂરી યે થવાની નથી
ખાજા ને સમોસાવાલા
ભેલવાલા...ભાજીવાલા
અનાજ ને તુવેરવાલા
રાઈવાલા...હીંગવાલા
ચોખાવાલા...એલચીવાલા
દાલવાલા...કઢીવાલા
ઘૂઘરાવાલા...નાનવાલા
રોટલીવાલા...શાકવાલા
બોરવાલા...દાડમવાલા
બરફવાલા...જીરાવાલા
દાણાવાલા...ઊંધીયાવાલા
શરબતવાલા...આઈસ્ક્રીમવાલા
ગોળવાલા...ખાંડવાલા
દારૂવાલા...તાડીવાલા
બીસ્કીટવાલા... હલવાવાલા
સોડાવાલા...કુલ્ફીવાલા
શેરડીવાલા...ફ્રુટવાલા
કેળા ને પપૈયાવાલા
ચા વાલા ને ફુદનાવાલા
ખાવાની ને પીવાની સરનેઈમવાળી આ યાદીઓ
સાચું કહું કોઈ દાડો અટકવાની નથી ને
પૂરી યે થવાની નથી
વગેરે વગેરે વાલા...
વગેરે વગેરે વાલા...
વગેરે વગેરે વાલા...
ખાવાનું છોડો ને યારો પીવાનું છોડી દો
હવે સુરતની અટકોની નવી નવી યાદી જુઓ
કેવી કેવી ચીજો અને કેવી વસ્તુઓ ભલા
લોકોની અટક બની જાય તેની મજા જુઓ...
જગતની કોઈ પણ ચીજ ભલા સુરતમાં
અટક બનીને કાયમી મુકામ કરી લે છે...
દાખલા તરીકે અહીં
![]() |
વાળા અટકે તો મજા કરાવી... |
બંગડીવાલાઓ છે...
ચોળીવાલાઓની સાથે ચણીયાવાલા ય છે...
ખોલાવાલા છે અહીં ને બોક્સવાલાઓ છે
તો સોનાવાલા...ચાંદીવાલા ,મોતીવાલા...રૂપાવાલા
અને દાગીનવાલા જેવી ઘણી યે અટકોને
ચલણમાં રાખવાનું અમોને બહુ ગમે છે...
લાકડાવાલા ય છે ને લોખંડવાલા ય છે
દોરાવાલા...જરીવાલા...માંજાવાલા...ગાંજાવાલા
સૂડી ને સોપારીવાલા
બીડી ને તમાકુવાલા
તારા ને કસબવાલા
કટપીસ ને માચીસવાલા
રાજાવાલા...વાજાવાલા...ઘંટીવાલા.. ઘાસવાલા ..
જગતવાલા...ભગતવાલા
ફુલવાલા...કાંટાવાલા
કાગળવાલા...નોટીસવાલા...સાબુવાલા...ડબાવાલા
બત્તીવાલા, પત્તીવાલા
અત્તરવાલા, છત્રીવાલા
સાથે અગરબત્તીવાલા
ફીરકીવાલા...વાડીવાલા
સાઈકલવાલા...ગાડીવાલા
રેલ્વેવાલા...નવડીવાલા
મંદિરવાલા...બંદરવાલા
વહાણવાલા... .હોડીવાલા
તાળાવાલા...ચાવીવાલા
કોટ ને આગબોટવાલા
પંખાવાલા...સંચાવાલા
ચાંગવાલા...બોમ્બેવાલા
રેશમવાલા,વેણીવાલા...પૂણીવાલા
નાયનલોનવાલા,કડીવાલા..ગઢીવાલા
ચીનીવાલા...ચીમનીવાલા
કાપડીયા...લંગોટીવાલા
ઘડીયાળી ને ચશ્માવાલા
આરી ને કીનારીવાલા
દોટીવાલા...બોટાવાલા
લાઈટવાલા...વીજળીવાલા
ત્યાગી ને વૈરાગીવાલા
અહીં મચ્છરવાલા છે ને મચ્છરવાલા પણ છે
કેવી કેવી ચીજો છે ને કેવા કેવા વાળાઓ છે...
નામો અને અટકોના કેવા ગોટાળાઓ છે...
ચીજોના ને વસ્તુઓના નામને જવા દો મારા સુરતના ઘણા લોકો
પશુ અને પંખીને ય અટકોમાં સમાવે છે...
વધુ આગળ આવતા ભાગ માં (ક્રમશઃ)
Post a Comment