પશુ અને પંખીને ય અટકોમાં સમાવે છે...
ગાયવાલા...બકરીવાલા
હાથીવાલા...ઊંટવાલા
માછી ને મગરવાલા
પોપટ ને કબૂતરવાલા
વાઘ ને ગધેડાવાલા
વીંછી અને દેડકાવાલા
રણજીતસિંહ ને અજિતસિંહ ને ગુમાનસિંહ ને ખુમાનસિંહ
હજારો ના નામોમાં હજારો સિંહો આવેલા છે...
ઘોડાવાલાઓની સાથે
ઘોડાગાડીવાલાઓ છે...
ને સાથે એને રાખતા
તબેલાવાલાઓ પણ છે...
હજારો ના નામોમાં હજારો સિંહો આવેલા છે...
ઘોડાવાલાઓની સાથે
ઘોડાગાડીવાલાઓ છે...
ને સાથે એને રાખતા
તબેલાવાલાઓ પણ છે...
પશુઓને જવા દો ને પંખીઓને છોડો
અહીં બાંધકામ જેવા વિષયોને પણ સમાવી લેતાં
ઘરને મકાન સાથે પૂરેપૂરૂ સંકળાતા
કેવી કેવી અટકોના ઢગલા પડયા છે જુઓ...
રેતીવાલા...કપચીવાલા
ઈંટવાલા...પથ્થરવાલા
રંગવાલા...ચૂનાવાલા
માટીવાલા...આરસવાલા
ભઠ્ીવાલા...પાવડાવાલા
સીમેન્ટવાલા...સળીયાવાલા
ભૂંગળાવાલા...નળીયાવાલા
લાઈટવાલા...વીજળીવાલા
પંખાવાલા...પરદાવાલા
અહીં બાંધકામ જેવા વિષયોને પણ સમાવી લેતાં
ઘરને મકાન સાથે પૂરેપૂરૂ સંકળાતા
કેવી કેવી અટકોના ઢગલા પડયા છે જુઓ...
રેતીવાલા...કપચીવાલા
ઈંટવાલા...પથ્થરવાલા
રંગવાલા...ચૂનાવાલા
માટીવાલા...આરસવાલા
ભઠ્ીવાલા...પાવડાવાલા
સીમેન્ટવાલા...સળીયાવાલા
ભૂંગળાવાલા...નળીયાવાલા
લાઈટવાલા...વીજળીવાલા
પંખાવાલા...પરદાવાલા
અહીં ખાડાવાલા નથી
પણ ટેકરાવાલાઓ છે...
ને ખાણીયાઓ નથી
પણ પરબતીયાઓ છે...
નામની મજાઓ લેવી હોય તો આગળ વધો
પણ ટેકરાવાલાઓ છે...
ને ખાણીયાઓ નથી
પણ પરબતીયાઓ છે...
નામની મજાઓ લેવી હોય તો આગળ વધો
કવિઓ શું પ્રાસ અને અનુપ્રાસ બેસાડે છે!
સુરતીઓ તેમની અટકમાં જ કેવા કેવા
પ્રાસ અને અનુપ્રાસ વાપરે છે તે તો જુઓ!
મોરખીયા ને મજીઠીયા ને ઝાપડીયા ને છાસટીયા
કાંકડિયા ને આંગડીયા ને સાવલિયા ને માલવીયા
માદલીયા ને ગોંદલીયા ને ચાંદલીયા ને સેંજલીયા
નાવડીયા ને વાસદીયા ને સીસોદીયા ને પીસાદીયા
ઝામરિયા ને કલથીયા ને બાજોરિયા ને વઘાસિયા
ગોંડલીયા ને ભારોલીયા ને વેડછીયા ને પટોડીયા
સરૈયા...ને તરૈયા...ને ગવૈયા...
કોટડિયા ને જરખિયા ને કનેરિયા...ને કનોરિયા
ખરચિયા ને અધૂરિયા ને અંધારિયા ને બંદરિયા
સુરતીયા ને સુતરિયા ને ડાભેલીયા ને ધામેલિયા
મજીઠીયા ને કનોજિયા ને સવસવિયા ને કાટપીટીયા
ને ડાંગસિયા ને ડુંગરિયા ને મંગુકિયા
આડતીયા ને ધોળકીયા ને સાકરિયા ને કરંજિયા
કાનપરિયા ને લાલપરિયા ને વનપરિયા ને મોરપરિયા
રણોદરિયા ને પીલુદરિયા ને વાંકાનેરિય ને ચાંપનેરિયા
શામળિયા ને અંજારિયા ને સાયણીયા ને પીપલીયા
રંગૂન ને આફ્રીકાવાલા
ઢબુવાલા...સાબુવાલા
અહીં ગુપ્તે અને ગુપ્તા
અહીં શર્મા અને વર્મા
અહીં કારિયા ને વખારિયા
અહીં જડીયા અને મડીયા
અહીં અઢીયા અને પંડયા
અહીં વડીયા ને સુખડીયા
અહીં ડોસા અને સોસા
અહીં પાલા અને ઝાલા
અહીં ઘોઘરા અને બોઘરા
અહીં ગંભીર અને આહીર
અહીં સુથાર અને લુહાર
અહીં ગજજર અને ઠકકર
અહીં ચમાર અને પરમાર
અહીં અકકડ અને લકકડ
બાટલાવાલા...ખાટલાવાલા...ગોરસાવાલા... બોરસાવાલા
તાણાવાલા...વાણાવાલા...બેજનવાલા...સાદડીવાલા
ભૂખણવાલા...વાસણવાલા...ગલીયાવાલા...ચલીયાવાલા
લીલીયાવાલા...છતીયાવાલા
અહીં મોદી અને ગોદી
અહીં સાંઈ અને દેસાઈ
અહીં ખસી અને વશી
પાંચભાયા .. સાતભાયા
અહીં મેમન અને ક્રીશ્ચીયન
અહીં વાડેલ ને પટેલ
અહીં વકીલ ને પાટીલ
અહીં દાલીયા ને વાણીયા
અહીં ટાલીયા ને ઈટાલીયા
અહીં નાગર અને ઠાકર
અહીં શહા અને જહાં
અહીં જોષી ને પરદેશી
ખાનપરા...રાજપરા...હીરપરા
જોષીપરા...અમીપરા...
અહીં મીશ્રા અને મીસ્ત્રી
અહીં પાઠક ને કોટક
અહીં વરિયા ને નારિયા
ચોરડિયાને મોરડિયા
અહીં સખીયાને લાખીયા
લાઠીયા અને બાઠિયા
અહીં તનેજા ને જુનેજા ને રાહેજા ને બારેજા...
અહીં દાવડા ને વસાવડા
અહીં ઢાકેચા ને નાગેચા
અહીં વઢેરા ને ગજેરા
અહીં કાનાળા...ને ભાલાળા...ને શીંગાળા ને મૂછાળા...
અહીં તોપ ને કારતૂસ ને બંદૂકવાલા પણ છે...
અહીં લાલવાણી ને બીલવાની
ને થરનારી ને નથવાણી
અહીં ગગલાણી ને નંદવાણી ને લાધાણી ને ટેવાણી
અહીં ગ્વાલાની ને સાવલાની ને રંગાણી ને સંઘાણી
અહીં ખેમાણી ને જીવાણી ને વાઘાણી ને હીરાણી
અહીં સવાણી ને થવાની
ને નાથાણી ને ભાયાણી
અહીં ઓસવાલ ખંડેલવાલ અગરવાલ ને સભરવાલ
અહીં છાપગર ચીંચગર ધનગર ને પચ્ચીગર
અહીં મસાણિયા ને ભેંસાણીયા
ને લીમ્બાચિયા ને ઉમરેઠીયા
ઉમરિયા ને ઠેસીયા ને
કપાસિયા ને ગોલકીયા
તરસરિયા ને કુકડીયા...
અહીં સામાણી ને સોમાણી
ને ગાબાણી ને મેઘાણી
અહીં સોનાણી ને ખરસાણી
ને રૂપાણી ને નેમાણી
અહીં ડુંગરાણી ને હરખાણી
ને ધાનાણી ને ભીમાણી
અહીં રૂપાણી ને જોગાણી
ને પીરાણી ને નથવાણી
અહીં જોધાણી ને માવાણી
ને વાનાણી ને કાનાણી
અહીં સુરાણી ને પુરાણી ને ઉદાણી ને ઉકાણી
અહીં ચોઈથાણી ને ગોધાણી ને અંતાણી ને કુંભાણી
હવે નામની યાદીને ચાલો બાજુએ મૂકીએ...
અને સુરતમાં નામ ને અટક સિવાય
જે કંઈ છે
તે બધું યે સાંભળીને
ઝૂમીએ ચાલોને જરા...
કેમકે...કેમકે...કેમકે...
સુરતમાં નામોની જાણે વસાહત છે.
લો આ નામની યાદી તમને સુપરત છે......
સુરત આ સુરત આ સુરત છે...
Post a Comment