જગતથી છૂપા રહીને ચૂપ-ચાપ
પોતાનાં કામો કરતા રહેવું એ જ,
બુદ્ધિશાળી માનવીનું સાચું લક્ષણ છે.
પોતાનાં કામો કરતા રહેવું એ જ,
બુદ્ધિશાળી માનવીનું સાચું લક્ષણ છે.
* * *
મુશ્કેલીના સમયે પોતાનું જ કમાયેલું ધન પોતાને કામમાં ન આવે
તો તે ધનનો કશો અર્થ નથી.
તો તે ધનનો કશો અર્થ નથી.
- સુબ્રતો રોય (સહારા)
* * *
માત્ર પોતાના આનંદનો વિચાર કરવો
તે વિકૃતિ છે પરંતુ સહુને આનંદ વહેંચવો
તેમાં આનંદની સાચી સ્વીકૃતિ છે.
તે વિકૃતિ છે પરંતુ સહુને આનંદ વહેંચવો
તેમાં આનંદની સાચી સ્વીકૃતિ છે.
- સની લિઓન
* * *
ભજન, કિર્તન અને પ્રભુની ભક્તિ માં હમેશા લીન રહેવાવાળા ને ભગવાન અવશ્ય ફળ આપે છે
ભજન, કિર્તન અને પ્રભુની ભક્તિ માં હમેશા લીન રહેવાવાળા ને ભગવાન અવશ્ય ફળ આપે છે
અને તે મીઠાં જ હોય છે.
- અનુપ જલોટા
* * *
માનવી ગમે એટલું તરફડે,
પોતાના મનના વિકારો આખરે
પોતાના તનને સજા આપીને જ જંપે છે.
પોતાના મનના વિકારો આખરે
પોતાના તનને સજા આપીને જ જંપે છે.
- આસારામ બાપુ
* * *
જ્યારે ભક્તિ ભોજનમાં પ્રવેશે છે ત્યારે ભોજન પ્રસાદ બની જાય છે.
જ્યારે ભક્તિ સંગીતમાં પ્રવેશે છે ત્યારે સંગીત સ્તુતિ અને આરતી બની જાય છે.
જ્યારે ભક્તિ સીધાસાદા માનવીઓમાં પ્રવેશે છે ત્યારે માનવીઓ ‘ભક્ત’ બની જાય છે.
જ્યારે ભક્તિ સંગીતમાં પ્રવેશે છે ત્યારે સંગીત સ્તુતિ અને આરતી બની જાય છે.
જ્યારે ભક્તિ સીધાસાદા માનવીઓમાં પ્રવેશે છે ત્યારે માનવીઓ ‘ભક્ત’ બની જાય છે.
- નરેન્દ્ર મોદી
* * *
જ્યારે આપનાર ખુલ્લે હાથે આપતો હોય ત્યારે લેનાર લેવામાં
આળસ કરે, તો છેવટે તે ગરીબ જ રહે છે.
આળસ કરે, તો છેવટે તે ગરીબ જ રહે છે.
- પંજાબ નેશનલ બેન્ક
* * *
ફરે તે ‘ચરે’, બાંધ્યો ભૂખે મરે.
- આવું નીરવ મોદીએ લાલુ યાદવને કહ્યું હતું.
* * *
આગળ વધો. સતત આગળ વધતા રહો.
તમે આગળ વધશો તો જ
પાછળ રહેલા આગળ આવશે.
તમે આગળ વધશો તો જ
પાછળ રહેલા આગળ આવશે.
- સિટી બસનો કન્ડક્ટર
* * *
જગત જેટલું પોતાની ગેરસમજથી નથી પીડાતું તેથી વધુ
પોતાનો ‘ખુલાસો’ ન થવાથી પીડાય છે.
પોતાનો ‘ખુલાસો’ ન થવાથી પીડાય છે.
- કબજિયાતનો દર્દી
Post a Comment