છે પણ નથી

  માણસ છે પણ માનવતા નથી
  સંપતિ છે  પણ   શાંતિ   નથી
  સુધરેલ છે પણ સંસ્કાર નથી
  સાધુ   છે   પણ  સદગુરુ  નથી
  ધર્મ  છે   પણ આચરણ નથી
  ભગવાન છે પણ ભક્તિ નથી
  ઇશ્વર   છે  પણ  શ્રદ્ધા  નથી
  સુંદર  છે  પણ  સુશીલ  નથી
  કુટુંબ  છે  પણ  કર્તવ્ય   નથી
  ડીગ્રી  છે  પણ  નોકરી   નથી
  કળા  છે   પણ   કદર  નથી
  શાણપણ છે પણ શરમ નથી
  રાત   છે    પણ    ઊંઘ  નથી
  વેપાર   છે  પણ   નફા   નથી
  દુકાન   છે   પણ   ધંધા  નથી
  ભાઈઓ છે પણ ભળતા નથી
  ભણેલા છે પણ ગણેલા નથી
  સગાંઓ  છે  પણ  સંપ  નથી
  સમાજ છે પણ સમજણ નથી
  સરકાર છે  પણ સજાગ નથી
  સંસાર  છે  પણ   સુખી  નથી

Post a Comment

Previous Post Next Post