તમાકુ વ્યસન હાનિકારક ભાગ ૦૨

આપણે કેન્સરનું નામ પડે એટલી ધડામ દઈને કહી દઈએ છીએ કે ‘મને કેન્સર થાય? એ ભયાનક દર્દ મને તો ન જ થાય.’ પણ તમે ભારત અને જગતના કેન્સરના દરદીની સંખ્યા અને વીઆઇપી નામો જોશો તો જરૂર આજથી ચેતશો અને શાંતિવાળુ જીવન અને ‘ગરીબ’ માણસ જેવો સાદો આહાર રાખશો અને આધ્યાત્મિક જીવન તરફ આકર્ષાશો જ.

તમાકુ ઉધોગકારો કેવી રીતે તેમનાં ઉત્પાદનોને લોકોમાં પ્રચલિત કરતાં હોય છે તે બાબત આશ્ચર્ય પમાડે તેવી હોય છે .આપણે તમામ આજે પોલ્યુશન, હડીયાપાટીવાળું જીવન, જંકફૂડ ખાઈને માંદા પડીએ છીએ પછી ખોટે ખોટી એલોપથીની દવા થકી જ કેન્સરને કંકોત્રી લખીએ છીએ. એમ છતાં આપણે કેન્સર ન થાય તે માટે સાવચેતી લેતા નથી.
– ડીએનએ અખબારની આરોગ્ય રીપોર્ટર માલતી પોરેચાએ ૨૦૧૩માં જણાવ્યુ કે મુંબઈમાં દર ૩૦૦૦ સ્ત્રીઓમાંથી ૧ સ્ત્રીને કેન્સર થાય છે.
– અમેરિકાના સેનેટર એડવર્ડ કેનેડીને મગજનુ કેન્સર થયું. તેણે પાવર ઓફ પોઝિટિવ થિંકિંગથી મટાડ્યુ ખરું પણ પછી કેન્સર સામે હારી ગયેલા.
– વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને બિહામણા આંકડા ચાર વર્ષ પહેલા આપેલા કે ભારતમાં દરેક ૭ મીનીટે ૧ જણ સર્વાઇકલ કેન્સરથી મરે છે.
સર્વાઇકલ એટલે ગ્રીવા અગર ગરદનનું કેન્સર. ચાર વર્ષ પહેલા ૫૩૫૯૨ સ્ત્રીઓ સ્તન કેન્સરનો ભોગ બનેલી. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં જગતની ૨૦ ટકા વસતિ છે. જગતના કેન્સરના પચાસ ટકા દરદી આ ત્રણ દેશમાં હશે.
– ખરેખર તો કેન્સર થાય એટલે અમેરિકામાં તુરંત કેન્સર-રજીસ્ટ્રીમાં નામ નોંધાવા લોકો જાગ્રત છે. ભારતમાં આવી કોઈ રજીસ્ટ્રી નથી. કેન્સરના નિદાન ઝડપથી થતા નથી. સ્ત્રીઓ કેન્સર સાથે જીવે છે તેમ એક અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસે લખેલું. કેન્સરના સ્પેશિયાલીસ્ટો પેદા કરવા મેડિકલ કોલેજોમાં ઓન્કોલોજીસ્ટ માટેની પુરતી જગ્યા નથી. એક આંકડા પ્રમાણે ભારતમાં ૩૦૦૦ ઓન્કોલોજીસ્ટ હોવા જોઈએ. તેનાથી ચાર-પાંચ ગણાની જરૂર છે.
– અમેરિકામાં ન્યુયોર્ક ખાતે સ્લોન- કેટરીગા- કેન્સર સેન્ટર છે. ત્યાં આપણાં વિખ્યાત ફિલ્મસ્ટાર નરગીસ કેન્સરની ટ્રીટમેન્ટ લઈને મરી ગઈ છે. ત્યાં ઉપચાર લીધેલા એક ફીલીપ ગોલ્ડ નામના પત્રકાર- એકટરે કેન્સરથી યુવાન વયે મરતા પહેલા એક પુસ્તક લખેલું. તેનુ નામ હતુ ‘વ્હેન આઈ ડાઈ’. તેને પેટનું પાચન પ્રણાલીનું કેન્સર થયેલું. પણ મરતા પહેલા કેન્સરથી કેમ બચવું તે લખતો ગયો છે. તેણે લખેલું કે ઓછામાં ઓછી એલોપથીક દવા લો અને વધુમા વધુ નિસર્ગોપચાર, સાદો આહાર લો અને તમાકુ, સિગારેટનો ત્યાગ કરો ‘મહાત્મા’ બની જાઓ.
– અમેરિકામાં દરેક મેડિકલ કોલેજ અને યુનિવર્સિટીમાં કેન્સરના સ્પેશ્યાલિસ્ટો તૈયાર થાય છે ત્યાં ટ્રીટમેન્ટ પણ થાય છે. જેમને ભારતના સ્પેશ્યાલિસ્ટ પર વિશ્વાસ ન હોય (જોકે અમેરિકનોને વિશ્વાસ છે) તો ન્યુયોર્કની સ્લોન કીટરીગ કેન્સર હોસ્પિટલ, મેયો ક્લીનીક સ્ટેન ફર્ડ અને વોશિંગ્ટન યુનિ, તેમ જ શિકાગો યુનિવર્સિટીની હોસ્પિટલોમાં જઈ શકો છો પણ અમેરિકામાં આવવા જવાના ખર્ચ જેટલો જ ખર્ચ ભારતમાં (અરધો) કરીને કેન્સરથી સાજા થવાની વધુ ગેરન્ટી છે- અમેરિકા જવું હોય તો મારી ભલામણ છે કે બ્રુકલીનમાં આલ્બર્ટ આઈનસ્ટાઈન કેન્સર સેન્ટર કે ન્યુજર્સીની રોબર્ટ વુડ હોસ્પિટલમાં જવું ત્યા તમને ગુજરાતી ખાણીપીણીવાળી હોટેલો મળી રહેશે. પરંતુ ભારતના લોકો યાદ રાખે કે મુંબઈની તાતા મેમોરીયલ હોસ્પિટલે એશિયાની કેન્સર માટેની મોટામાં મોટી હોસ્પિટલ છે. મહારાષ્ટ્રનાં ગામડામાંથી કેન્સરના દરદી આવે છે. તાતા મેમોરીયલ હોસ્પિટલ દર વર્ષે ૫૦૦૦૦ દરદીને ટ્રીટ કરે છે. નજીકમાં સંત ગજેબાબા મહારાજ ધર્મશાળા અને નાના પાટકર સ્મૃતિ કેન્દ્રમાં રહેવાની સગવડ મળે છે.
– નેકસસ મેગેઝિનના કહેવા પ્રમાણે બ્રિટનમાં દર વર્ષે ૨ લાખ લોકો કેન્સરનું નિદાન મેળવે છે તેમાંથી ટ્રીટમેન્ટ પહેલા ૧૫૨૦૦ દરદી મરી જાય છે. વાર્ષિક મરણનો (કેન્સરને કારણે) આંક ૫૪૭૦૦૦ છે!
– સિગારેટ પીનારા નોંધ લે કે દસમાંથી ૯ કેન્સરના દરદી આવે છે તે ધૂમ્રપાન થકી આવે છે. દરરોજ ૪૩૯ દરદી સ્મોકિંગથી થયેલા કેન્સરથી મરે છે. આ આંકડો સાંભળીને તમે ચૂનામાં તમાકુ મસળીને ખાતા હો કે સિગારેટ પીતા હો તે વ્યસન પ્લીઝ પ્લીઝ છોડજો!તમાકુ વ્યસન મુક્તિના નિષ્ણાત જાગૃતિ ચશ્માવાલાનું કહેવું છે કે ‘તમાકનું વ્યસન છોડવું અઘરું છે પણ અશક્ય નથી. તમાકુ છોડવા માટે વ્યસન મુક્તિ ઈચ્છુકોને યોગ્ય સલાહ, માર્ગદર્શન અને દવા આપવામાં આવે તો સફળતા મળે છે.’

ક્વિટ ટોબેકો પ્રોગ્રામઃ ડો. ચશ્માવાલા સંચાલિત કાર્યક્રમમાં શરૂઆતમાં વ્યસનીને સચિત્ર સાદી ભાષામાં તમાકુ આપણા શરીરમાં કેટલું નુકસાન કરે છે એ સમજાવવામાં આવે છે. આથી સમજીને છોડનારી વ્યસનીનું વ્યસનમુકત થવાની શકયતા ઘણી વધી જાય છે. પરિવારનો ટેકો હોય તો સરળતા રહે અને સફળતા મળે. તમાકુ બંધ કરવાની સાથે જ કલાકોમાં વ્યસનીને જાતજાતની તકલીફો થાય છે. કામમાં ચિત્ત ન લાગવું, તલપ લાગવી, માથું ભારે થવું, બેચેની થવી વગેરે અનુભૂતિ થાય છે અને તે કંટાળીને, નિરાશ થઈને પાછો તમાકુને વળગી રહે છે.સારવારના પ્રથમ બે દિવસો અઘરા હોય છે વ્યસનીને સંપૂર્ણ માર્ગદર્શન અને પછી સમજાવવામાં આવે છે અને ઉક્ત તકલીફોમાં ઓછામાં ઓછો ૮૦ ટકા સુધારો વર્તાય છે.વ્યસન-મુક્ત થવા માટે માત્ર મનોબળ પૂરતું નથી. તમાકુ બંધ કરવાની સાથે જ રાસાયણિક પ્રક્રિયા શરીરમાં ઉત્પન્ન થાય છે એને સમજી કાબૂમાં રાખીએ તો વ્યસન-મુક્તિમાં સફળતા મળે છે. તમાકુ છોડવાથી થતી તકલીફોને નીવારવા દવાનો એક ડોઝ આપવામાં આવે છે. આ દવાથી ટોબેકોથી થતી તલપ અને એમાંથી મળતો વ્યસનીને આનંદ તે ઘણે અંશે કાબૂમાં રાખી શકાય છે.

એક જ દવા લાગુ ન પડે તો વિવિધ દવા અને તેની માત્રાને સંયોજિત કરવામાં આવે છે. કયુટીપી આશરે ૪ થી ૬ અઠવાડિયાં ચાલે છે. વ્યસનમુક્ત થવાના લક્ષણો દેખાય છે આદતથી લાચાર વ્યસની પાછુ તમાકુ તરફ ના વળે તેની કાળજી રાખવી પડે છે. બે વર્ષ સુધી ચેક-અપ, સંપર્ક અને માર્ગદર્શન આપવામાં આવે છે. જો કોઈ બે વર્ષ સુધી વ્યસનમુકત રહે તેને આદત પાછી લાગવાની શકયતા ઓછી છે.સમાજમાં તમાકુ નિષેધ ઝુંબેશ માટે ડો. જાગૃતિ ચશ્માવાલા છેલ્લાં ૭ વર્ષ થયાં કાર્ય કરી રહ્યાં છે અને આશરે ૧,૦૦૦ વ્યક્તિને વ્યસનમુક્ત કર્યા છે. એમનું કહેવું છે કે આપણા સમાજમાં ટોબેકો સેવનથી થતા પ્રત્યક્ષ અને પરોક્ષ નુકસાનને લક્ષમાં લેવામાં આવતું નથી.

નિકોટીન ની સીધી અને ઝડપી અસર મગજ ઉપર થતી હોય છે. સામાન્ય સમજ એવી છે કે, સિગરેટ પીધા બાદ તનાવ ઓછો થાય છે પરંતુ અભ્યાસ જુદું જ કહે છે. સિગરેટ પીનાર વ્યક્તિ ને સિગરેટ પીવા સમયે તનાવ મુક્ત થયા નું જે ફીલિંગ આવે છે, એ સ્થિતિ તો નહિ પીનારા માટે સામાન્ય હોય છે! મતલબ, સિગરેટ પીનાર વ્યક્તિ, જયારે ના પીવે ત્યારે તનાવ માં હોય છે!
હવે ફેફસાં અને શ્વાસોશ્વાસ ઉપર થતી અસર તપાસીએ.
બ્રોન્કોસ્પાસ્મ – ફેફસાં માં હવા જવા નો રસ્તો કે નળી હોય છે. જેના સ્નાયુમાં સોજો અથવા, બિનજરૂરી અકડ પેદા થવાથી, શ્વાસમાં હવા ઓછી હોય છે અને પરિણામે ઓક્ષીજન નો જથ્થો ઓછો મળે છે.
ફેફસાં માં પ્રવેશતા કેમિકલ અને ઝેરી તત્વો ને રોકી લેવા કુદરતી રીતે કફ નિર્માણ થતો હોય છે. ફેફસાં માં, નાના તાંતણા હોય છે જેનું કાર્ય છે કફ નો નિકાલ કરવાનું. કેવી રીતે ? હવામાં લહેરાતા પાક ની જેમ આ તાંતણા મુવમેન્ટ કરીને એ કાર્ય કરતા હોય છે. સ્મોકિંગ વાળા, સદર તાંતણા ને નિષ્ક્રિય કરી નાખે છે અને – કફ નું પ્રમાણ પણ વધારી દેતા હોય છે.
હૃદય અને લોહી પરિભ્રમણ ઉપર થતી અસર
શરીર માં ચરબી હોય છે જેનો ઉપયોગ શક્તિ ની જરૂર પડે ત્યારે થતો હોય છે. ચરબી મુખ્યત્વે બે પ્રકારની હોય છે 
૧) HDL – હાઈ ડેન્સીટી લીપોપ્રોટીન અથવા સારું પ્રોટીન. 
૨) LDL – લો ડેન્સીટી લીપોપ્રોટીન અથવા ખરાબ પ્રોટીન
આ સારું ને ખરાબ કેમ !! અને જો ખરાબ છે તો ભગ્વોને બનાવ્યું જ કેમ !?

કોલેસ્ટેરોલ ને કોષ સુધી લઇ જવાનું કામ કરે છે  LDL અને વધારા ના કોલેસ્ટેરોલ ને કોષ પાસે થી લીવર સુધી લઇ જવાનું કામ કરે છે HDL હવે તમે નક્કી કરો કે ખરાબ ને સારું કયું ! અતિ સર્વત્રે વર્જિત ની જેમ  LDL વધારે પ્રમાણ માં નુકશાન કરે છે અને તમાકુ માં રહેલું નિકોટીન  LDL નું પ્રમાણ ફેરવી દેતું હોય છે અલબત્ત – લાંબા સમયે.ચયાપચય ની ક્રિયા ઉપર થતી અસર ધુમ્રપાન કરનાર વ્યક્તિ માં એસીડ નું પ્રમાણ વધારે રહે છે (એસીડ હોજરી માં ઉત્પન થાય છે, ખોરાક ને વિઘટિત કરવા માટે) કારણ કે એસીડ ને કાપવા માટે બનતું બેઝ આ વ્યક્તિ માં ઓછું બને છે. આવા વધારા ના એસીડ ના કારણે હોજરી માં ચાંદા પણ થઇ શકે છે.
સૌથી મોટી તકલીફ ? બેડ બ્રેથ – મોં ની દુર્ગંધ
રોગ પ્રતિકાર શક્તિ ઉપર અસર
ધુમ્રપાન સાયનસ ઉપર સોજો લાવી શકે છે અને સાયનસ ને ચેપ પણ લાગી શકે છે. નાક ની અંદર ની દીવાલ ને પણ સોજો આવી શકે છે અને કાન ના વચલા ભાગમાં પણ નુકશાન થઇ શકે છે.
ધુમ્રપાન અને દવા
દવા લીધા બાદ શરીર એને ઓગળી ને એના તત્વો જરૂરી ભાગ સુધી પહોચાડે છે. આ માટે Enzymes (ઉત્સેચકો) જરૂરી રોલ ભજવે છે.
દવા જો ઝડપી ઓગળી જાય તો તેની અસર ઓછી થાય અને જો ધીરે ઓગળે તો દવાની માત્રા શરીર માં વધુ ભેગી થાય….બન્ને ફાયદાકારક નથી.
તમાકુ ના ધુમાડા માં રહેલા ઘણા તત્વો અમુક દવાઓ (જેમ કે, લોહી પાતળું કરવા વાળી દવા, હતાશા દુર કરનારી દવા અને મગજ ની તાણ દુર કરતી દવા) નું વિઘટન ઝડપી બનાવી દે છે પરિણામે તકલીફ દુર થવામાં સમય લાગે છે. જયારે બીજા કિસ્સા માં, દુખાવા માટે ની, હૃદય ની, ચાંદા માટે ની અને અસ્થમા ની દવા ની અસર ઓછી કરી નાખે છે.
આટલું વાંચ્યા બાદ કોઈને વિચાર આવે કે ‘શું ધુમપાન કે તમાકુ નું સેવન રોકી દેવાથી નુકશાન બંધ થઇ જશે? અથવા ફાયદો થશે?
તમાકુ નો ઉપયોગ બંધ કર્યા બાદ ફાયદો તો થાય જ ને! કેવો ને કેટલો ? આવો જોઈએ
તમાકુ નો ઉપયોગ બંધ કર્યા ના ૨૦ મિનીટ બાદ – હૃદય ના ધબકારા અને લોહી નું દબાણ નીચું આવે
તમાકુ નો ઉપયોગ બંધ કર્યા ના ૧૨ કલાક બાદ – લોહીમાં કાર્બન મોનોકસાઈડ નું પ્રમાણ એની નિશ્ચિત માત્રા માં આવી જાય
તમાકુ નો ઉપયોગ બંધ કર્યા ના ૨ અઠવાડિયા થી ૩ મહિના બાદ – લોહીનું પરિભ્રમણ સુધરે અને ફેફસાં નું કાર્ય પણ સુધરે
તમાકુ નો ઉપયોગ બંધ કર્યા ના ૧ થી ૯ મહિના બાદ – ઉધરસ માં ઘટાડો આવે ફેફસાં માં રહેલા સીલીયા (નાના વાળ) એનું નિહિત કાર્ય બજાવતા થાય અને કફ છૂટો થાય.
તમાકુ નો ઉપયોગ બંધ કર્યા ના ૧ વર્ષ બાદ – હૃદય રોગ નું ઝોખમ ઘટી ને અડધું થાય (ધુમ્રપાન કરનાર ની ગણતરી એ)
તમાકુ નો ઉપયોગ બંધ કર્યા ના ૫ વર્ષ
તમાકુ નો ઉપયોગ બંધ કર્યા ના ૧૦ વર્ષ બાદ – ફેફસાં નું કેન્સર થવાની શક્યતા અડધી થઈ જાય.
તમાકુ નો ઉપયોગ બંધ કર્યા ના ૧૫ વર્ષ બાદ – હૃદય રોગ ની શક્યતા, ધુમ્રપાન ન કરનાર જેટલી જ રહે.
બાદ – મોઢા ના, ગળા ના, શ્વાસનળી વગેરે ના કેન્સર નો ડર લગભગ અડધો થઈ જાય.
બીજા ફાયદા ?
ખોરાક નો સ્વાદ સારો લાગવા માંડે
સુંઘવા ની શક્તિ સુધરી જાય
દાંત અને નખ પીળા પડતા અટકી જાય
અને  તમારા મોં, કપડા અને વાળ માં થી દુર્ગંધ દુર થાય.
તો, જોઈ શું રહ્યા છો !! જોડાઈ જાવ – નશા મુક્ત થવા માટે ને ખુશ રહો.

Post a Comment

Previous Post Next Post