બિલ ગેટ્સે કરેલી ભવિષ્યવાણી વિષે

 "બિલ ગેટ્સે કરેલી ભવિષ્યવાણી વિષે જાણો"

1999માં બિલ ગેટ્સે એક પુસ્તક લખ્યુ હતુ જેનુ ટાઇટલ 'Bussiness @ the speed of Thoughts'હતુ. આ પુસ્તકમાં ગેટ્સે ટેક્નોલોજીને લઇને કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી. અમે તમને એમાની 15 ભવિષ્યવાણીઓ વિશે બતાવી રહ્યા છીએ જે આજના જમાનામાં સાચી સાબિત થઇ છે.

મોબાઇલ ડિવાઇસ

ગેટ્સની ભવિષ્યવાણી- લોકો પાસે એક નાનુ ડિવાઇસ હશે જે દુનિયા ભરના લોકો સાથે કનેક્ટ રહેવામાં મદદરૂપ થશે. સાથે સાથે તે દુનિયાના કોઇ પણ ખુણે બિઝનેસ કરવામાં મદદરૂપ થશે. લોકો આ નાના ડિવાઇસ પર ન્યુઝથી લઇને ફ્લાઇટની જાણકારી મેળવી શકશે. આજે સ્માર્ટફોન્સ અને સ્માર્ટવોચઆ કામ કરી રહ્યા છે.
ઇંસ્ટન્ટ પેમેન્ટ અને વેબસાઇટની મદદથી બેટર હેલ્થકેર
ગેટ્સની ભવિષ્યવાણી- લોકો ઇન્ટરનેટની મદદથી બિલ પેમેન્ટકરી શકશે. એટલુ જ નહી ઇન્ટરનેટ પર ડોક્ટરો પાસેથી બીમારી વિશેની જાણકારી અને સલાહ પણ લઇ શકાશે.

આજે- હેલ્થકેર ક્ષેત્રમાં ટેક્નોલોજી પોતાની ખાસ કળાતો નથી બતાવી શકી પરંતુ ઇન્ટરનેટમાં કેટલીક સાઇટ્સ જેવી કે ZocDoc ઉપલબ્ધ છે જે ડોક્ટર્સને શોધવામાં સાથે સાથે તેમની સાથે એપોઇન્મેન્ટ ફિક્સ કરવામાં તમારી મદદ કરે છે. ટેક્નોલોજીની મદદથી તમે ઓનલાઇન લોન લઇ શકો છો. PayPal અને Venmo જેવી સાઇટ્સે ઇંસ્ટંન્ટ બિલ પેમેન્ટની સુવિધા આપીને લાઇફને આસાન બનાવી દીધી છે.
પર્સનલ આસિસ્ટન્ટ્સ
ગેટ્સની ભવિષ્યવાણી- એવા પર્સનલ આસિસ્ટંન્ટ્સ ડિવાઇસ બજારમાં આવશે જે બધાજ ડિવાઇસને સ્માર્ટ રીતે સિંક કરી શકશે ભલે એ ડિવાઇસ ઘરે હોય કે પછી ઓફિસમાં. સાથે સાથે આ સ્માર્ટ ડિવાઇસ ડેટા ટ્રાન્સફર કરવાની સુવિધા પણ આપશે.
આજે- Nest જેવા કેટલાય સ્માર્ટ ડિવાઇસ બજારમાં ઉપલબ્ધ છે. જે તમારી દિનચર્યાની જાણકારીઓ ભેગી કરીને તમારા ઘરના તાપમાનને ઓટોમેટિક એક્જ્સ્ડ કરે છે. તમને જણાવી દઇએ કે ગૂગલ પણ આવી ડિવાઇસ પર કામ કરી રહી છે.

સોશ્યલ મીડિયા
ગેટ્સની ભવિષ્યવાણી- કોઇ પ્રાઇવેટ વેબસાઇટની મદદથી લોકો દુનિયાના કોઇ પણ ખુણામાં બેઠા બેઠા પોતાના મિત્ર કે પરિવારજનો સાથે વાતચિત કરી શકશે. આજે- ફેસબુક અને ઇંસ્ટાગ્રામ જેવી સોશ્યલ નેટર્કિંગ સાઇટ્સે ગેટ્સની આ ભવિષ્યવાણીને સાચી સાબિત કરી છે.

પ્રમોશનલ ઓફર્સ
ગેટ્સની ભવિષ્યવાણી- એવા સોફ્ટવેર્સ હશે જેને ખબર હશે કે તમે ક્યારે રજાઓ ગાળવા જવાના છો અથવા તો તમે ક્યાની ટીકિટી બુક કરાવી છે. આ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરી તમને કઇ-કઇ ઓફર્સ મળી રહી છે તેની જાણકારી આપશે. અથવાતો એક્ટિવિટીઝ વિશે તમને જાણકારી આપશે.
આજે- Expedia અને Kayak જેવી ટ્રેવેલ વેબસાઇટ્સ પાછળની ખરીદીની ડિટેલ્સના આધારે નવી ડિલ્સની જાણકારી આપે છે.

લાઇવ સ્પોર્ટ્સ ડિસ્કશન સાઇટ્સ
ગેટ્સની ભવિષ્યવાણી- ભવિષ્યમાં લોકો એવી સર્વિસની પરિચીત થશે જેમાં લાઇવ સ્પોર્ટ્સ મેચ જોઇ શકશે અને સાથે સાથે કોન્ટેસ્ટમાં ભાગ લઇને કઇ ટીમ જીતશે તેના માટે વેટ પણ કરી શકશે.
આજે કેટલીય એવી મીડિયા સાઇટ્સની સર્વિસ ઉપલબ્ધ છે . સાથે સાથે ટ્વીટર પર તમે રિયલ-ટાઇમ કમેન્ટ પણ કરી શકો છો.

સ્માર્ટ એડવર્ટાઇઝિંગ
ગેટ્સની ભવિષ્યવાણી- ભવિષ્યમાં એવા ડિવાઇસ હશે જે તમારી ખરીદીના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને તમને નવી ઓફર્સો અને પ્રોડક્ટ વિશે જાણકારી આપશે.
આજે- લગભલ તમામ ઓનલાઇન એડવર્ટાઇઝિંગ સાઇટ્સ પર આ ફિચર ઉપલબ્ધ છે. એડવર્ટાઇઝ યુઝર્સની ક્લિક હિસ્ટ્રીથી તેની પર્સનલ ઇંન્ટ્રેસ્ટ વિશે જાણકારી મેળવે છે.

ટીવી જોતા સમયે
ગેટ્સની ભવિષ્યવાણી- ટેલિવીઝન બ્રોડકાસ્ટર્સ કોઇ શો અથવા તો લાઇવ પ્રોગ્રામને પ્રસારિત કરતી વખતે રિલેટેડ વેબસાઇટ્સની લિંન્ક પણ આપશે.
આજે- વગભગ તમામ સ્પોર્ટ્સ ટીવી ચેનલ્સ પર લાઇવ મેચ દરમિયાન કેટલીય વેબસાઇટ્સ ના નામ અને લિંન્ક આવે છે.
ઓનલાઇન ડિસ્કશન બોર્ડ
ગેટ્સની ભવિષ્યવાણી- શહેરો અને દેશોમાં એવા ઓનલાઇન સેન્ટર્સ હશે જ્યા લોકોથી જોડાયેલી વાતો જેવી કે પોલિટિક્સ, સુરક્ષા અને સિટી પ્લોનિંગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.
આજે- લગભગ તમામ ન્યુઝ વેબસાઇટ્સ પર કમેન્ટ્સ સેક્શન હોય છે. જે સામાન્ય લોકો કોઇ મુદ્દે પોતાની રાય આપી શકે છે. અને ડિશ્કશનના માધ્યમથી સમસ્યાઓનુ નિવારણ કરી શકે છે.

ઇંટ્રેસ્ટ પર આધારિત ઓનલાઇન સાઇટ્સ
ગેટ્સની ભવિષ્યવાણી- ઓનલાઇન કમ્યુનિટી તમારૂ લોકોશન નહી પરંતુ તમારો ઇંન્ટ્રેસ્ટ જોશે
આજે કોઇ એવા ન્યુઝ સાઇટ્સ અને ઓનલાઇન કમ્યુનિટી છે જે એક ટોપિક પર આધારિત હોય છે. કેટલીક એવી ન્યુઝ સાઇટ્સ એવી પણ છે જે કોઇ મુદ્દે સિલેક્ટ કરે છે. અન તેના પર ન્યુઝ કવરેજ પણ કરે છે.
સૌજન્ય દિવ્ય ભાસ્કર

Post a Comment

Previous Post Next Post