પોતાના મા-બાપનું સન્માન કરવાની ૩૫ રીતો, જો કરી શકો તો !!!*
૧. તેઓની હાજરીમાં તમારા
સેલફોનને સંપૂર્ણ અળગો
રાખો.
૨. તેઓ શું કહે છે એના પર
ધ્યાન આપો.
૩. તેમની માન્યતા સ્વીકારો.
૪. તેઓની વાતચીતમાં તમો
પણ સામેલ થાવ.
૫. તેઓને સમ્માનની નજરે
જુઓ.
૬. તેઓના કાયમ વખાણ
કરો.
૭. સારા સમાચાર તેઓને
જરૂર આપો.
૮. તેઓને ખરાબ સમાચાર
આપવાનું બની શકે તો
ટાળો.
૯. તેઓના મિત્રો અને
સંબંધીઓ સાથે
આદરતાથી વર્તો.
૧૦. તેઓ દ્વારા થયેલ સારા
કામને કાયમ યાદ રાખો.
૧૧. તેઓ કદાચ એકની એક
જ વાત વારંવાર કહે તો
પણ એને એવી રીતે
સાંભળો કે જાણે
પહેલીવાર વાત કરે છે.
૧૨. ભૂતકાળની દુ:ખ ઉપજાવે
એવી યાદો કે પ્રસંગોને ફરી
ફરીને ના જણાવો.
૧૩. તેઓની હાજરીમાં
એકબીજાના કાનમાં જઇ
વાત કરવાનું ટાળો.
(કાનફુસી)
૧૪. તેઓની સાથે વિવેકપૂર્વક
બેસો.
૧૫. તેઓના વિચારોને ઉતરતા
છે એમ જણાવી એને
વખોળતા પણ નહીં.
૧૬. તેઓની કોઇપણ વાતને
અધવચ્ચેથી કાપવાનું
ટાળો.
૧૭. તેઓની ઉંમરનો મલાજો
રાખો.
૧૮. તેઓની અળખે પળખે
તેમના પૌત્ર-પ્રપૌત્રો કે
પૌત્રી-પ્રપ્રૌત્રીને નિયમ
બતાવવા કે મારઝૂડ કરવાનું
ટાળો.
૧૯. તેઓની સલાહ અને
માર્ગદર્શનને સ્વીકારો.
૨૦. તેઓનું નેતૃત્વ સ્વીકારો.
૨૧. તેઓ સાથે ઉંચા અવાજે
વાત ના કરો.
૨૨. તેઓની આગળ કે સામેથી
પસાર થવાનું ટાળો.
૨૩. તેઓના જમતાં પહેલાં તમે
પોતે જમવાનું ટાળો.
૨૪. તેઓને એક ધાર્યા જોયા
ના કરો મતલબ કે ધૂરયા ના
કરો.
૨૫. તેઓને તે ઘડીએ પણ
ગૌરવશાળી છો એવું
સાબિત કરાવો, જે સમયે
તેઓ પોતે માનતા હોય કે
હું આને લાયક જ નથી.
૨૬. તેઓની સામે તમારા પગ
રાખીને કે તેઓની તરફ પીઠ
રાખીને બેસવાનું ટાળો.
૨૭. તેઓની ઉતરતી વાત ના
કરો અને અન્યએ કરી હોય
તો પણ એનું વર્ણન કરી
તેઓને જણાવો નહીં.
૨૮. તેઓને પણ તમારી
પ્રાર્થનામાં ઉમેરો.
૨૯. તેઓની હાજરીમાં કંટાળો
કે થાકનું પ્રદર્શન ના કરો.
૩૦. તેઓની ભૂલો કે અજ્ઞાનતા
પર હસવાનું ટાળો.
૩૧. તેઓના કહેતાં પહેલાં
તેમનું કામ કરો.
૩૨. નિયમિતપણે તેઓની
નજીક જવાનું રાખો.
૩૩. તેઓ સાથેના સંવાદમાં
પોતાના શબ્દોનો ધ્યાનપૂર્વક
ઉપયોગ કરો.
૩૪. તેઓને એજ શબ્દો દ્વારા
સન્માનિત કરો જે એમને
પોતાને ગમતા હોય.
૩૫. પોતાના ગમે તે કામના
ભોગે પણ તેઓને
પ્રાથમિકતા આપો.
*મા-બાપ જ આ દુનિયાનો સૌથી મોટો ખજાનો છે.*
*સૌથી પહેલાં આપણા ભગવાન અને ગુરૂ મા-બાપ જ છે અને આ વાત દરેક શાસ્ત્રો અને ધર્મ પણ જણાવે છે.*
Post a Comment